Robert Vadra on against rising fuel prices: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રાએ દેશમાં વધતા પેટ્રોલ-ડીઝલના ભાવનો સાઈકલ ચલાવીને વિરોધ કર્યો છે. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો માટે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે રૉબર્ટ વાડ્રા સાઈકલ ચલાવીને દિલ્લીમાં ખાન માર્કેટ સ્થિત પોતાના ઘરેથી ઑફિસ પહોંચ્યા. રૉબર્ટ વાડ્રાનો સાઈકલ ચલાવતો વીડિયો પણ સામે આવ્યો છે. દેશમાં હાલમાં દરેક શહેરમાં પેટ્રોલ-ડીઝલના રેટ ઑલ ટાઈમ હાઈ ચાલી રહ્યા છે.
રૉબર્ટ વાડ્રાએ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એસી કારોમાંથી બહાર આવવુ જોઈએ અને જોવુ જોઈએ કે લોકો કઈ રીતે પીડિત છે અને કદાચ ત્યારે તમે ઈંધણની કિંમતો ઘટાડશો... છેલ્લા અમુક સમયથી તેઓ(પીએમ મોદી) પોતાના દરેક કામો માટે બીજાને જવાબદાર ગણાવે છે, બીજાને દોષ આપે છે. પછી આગળ વધી જાય છે. રૉબર્ટ વાડ્રાએ આગળ કહ્યુ, આમ આદમી બહુ મુશ્કેલીમાં છે. તે જે રોજ અનુભવે છે તે આજે હિં અનુભવી રહ્યો છુ. પેટ્રોલ-ડીઝલની કિંમતો વધવાથી લોકો રસ્તા પર આવી ગયા છે.
#WATCH दिल्ली: पेट्रोल-डीज़ल की बढ़ती कीमतों को लेकर अपना विरोध जताने के लिए रॉबर्ट वाड्रा साइकिल चलाकर अपने दफ़्तर पहुंचे। pic.twitter.com/WpYW0PyWh7
— ANI_HindiNews (@AHindinews) February 22, 2021
વળી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દેશભરમાં પેટ્રોલના વધતા ભાવો માટે પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ સોમવાર(22 ફેબ્રુઆરી) ટ્વિટ કરીને કહ્યુ છે, 'પેટ્રોલ પંપ પર ગાડીમાં પેટ્રોલ-ડીઝલ નખાવતી વખતે જ્યારે તમારી નજર ઝડપથી વધતા મીટર પર પડે ત્યારે એ જરૂર યાદ રાખજો કે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા નથી ઉલટાના ઘટ્યા છે. પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટર છે. તમારા ખીસ્સા ખાલી કરીને 'મિત્રો'ને આપવાનુ મહાન કામ મોદી સરકાર મફતમાં કરી રહ્યા છે.' વળી, ભોપાલમાં ઈંધણના વધતા ભાવોના વિરોધાં મધ્ય પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ નેતા પીસી શર્મા, જીતુ પટવારી અને કુણાલ ચૌધરીએ સાઈકલ સવારી કરી.
पेट्रोल पम्प पर गाड़ी में तेल डालते समय जब आपकी नज़र तेज़ी से बढ़ते मीटर पर पड़े, तब ये ज़रूर याद रखिएगा कि कच्चे तेल का दाम बढ़ा नहीं, बल्कि कम हुआ है।
— Rahul Gandhi (@RahulGandhi) February 22, 2021
पेट्रोल 100 रुपय/लीटर है।
आपकी जेब ख़ाली करके ‘मित्रों’ को देने का महान काम मोदी सरकार मुफ़्त में कर रही है!#FuelLootByBJP
વૃષભમાં મંગળનુ ગોચર 21 ફેબ્રુઆરીથી, વધશે કામ વાસના