Coronavirus India: 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 14,199 નવા કેસ, 83 લોકોના મોત

|

Coronavirus Update tally In India: ભારતમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 14,199 નવા કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 83 લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવાર(22 ફેબ્રુઆરી)એ સવારે આઠ વાગ્યા સુધીના આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 14,199 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 1,10,05,850 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 83 લોકોના મોત થયા છે ત્યારબાદ કુલ મોતોની સંખ્યા 1,56,385 થઈ ગઈ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 9,695 લોકો રિકવર થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા છે. હાલમાં દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 1.50,055 છે. ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1.06,99,410 છે. દેશમાં અત્યાર સુધી 1,11,854 લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. ભારતમાં કોવિડ-19 દર્દીઓના રિકવર થવાનો દર 97.25 ટકા થઈ ગયો છે. વળી, મૃત્યુદર 1.42 ટકા છે. ભારતમાં કોરોનાનો ઈલાજ કરાવી રહેલ દર્દીઓની સંખ્યા 1,50,055 છે જે કુલ કેસોના લગભગ 1.37 ટકા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે 70 ટકાથી વધુ મોત અન્ય બિમારીઓના કારણે થઈ.

દેશમાં 21 ફેબ્રુઆરીએ પણ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 14,264 નવા કેસ સામે આવ્યા હતા અને કોરોના સંક્રમણથી 90 લોકોના મોત થયા હતા. ભારતમાં 29 જાન્યુઆરીએ 18,855 નવા દૈનિક કોરોના કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ દેશમાં 10થી 12 દિવસો સુધી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા છે. ભારતમાં કોરોનાના કેસ 7 ઓગસ્ટ, 2020એ 20 લાખને પાર જતા રહ્યા હતા અને માત્ર 3 દિવસમાં એટલે કે 23 ઓગસ્ટે 30 લાખને પાર થઈ ગયા હતા. ત્યારબાદ 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખનો આંકડો પાર કર્યો હતો. ભારતે 19 ડિસેમ્બર,2020એ એક કરોડનો આંકડો પાર કર્યો હતો. ભારતમાં કોરોનાથી સૌથી વધુ મોત મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, દિલ્લી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં થઈ છે.

કોરોના વેક્સીનેશન રાઉન્ડ 2: 60થી વધુ ઉંમરના લોકોને અપાશે રસી

More CORONAVIRUS News