શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરની ફિઝામાં આતંકનુ ઝેર મિલાવવાની કોશિશ આતંકીઓ તરફથી સતત કરવામાં આવી રહી છે. છેલ્લા 2-3 દિવસોની અંદર ઘાટીના અલગ અલગ વિસ્તારોમાં સુરક્ષાબળોએ આતંકી ગતિવિધિઓને નિષ્ફળ કરી છે. આ દરમિયાન સોમવારે નૌગામ વિસ્તારમાં રેલવે ક્રોસિંગ પાસે એક શંકાસ્પદ વસ્તુ મળવાથી હોબાળો મચી ગયો છે. આસપાસના વિસ્તારમાં ભારે સુરક્ષાબળ તૈનાત કરી દેવામાં આવ્યા છે. એ શંકાસ્પદ વસ્તુને સુરક્ષાબળોએ કબ્જામાં લઈને તપાસ શરૂ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે રવિવારે પણ રવિવારે પણ અનંતાગમાં એક આતંકી છાવણીનો ભાંડાફોડ થયો હતો. સાથે જ એક આતંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી. સુરક્ષાબળોએ આ આતંકી છાવણીમાંથી એકે 56 રાઈફલ, 2 ચાઈનીઝ પિસ્ટલ, 2 ગ્રેનેડ, એક ટેલીસ્કોપ, મેગેઝીન અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.
Jammu and Kashmir: A suspicious object found at the railway crossing at Kenihama-Nowgam station; security deployed pic.twitter.com/gAVT0rDpAx
— ANI (@ANI) February 22, 2021
સાઈકલ ચલાવીને રૉબર્ટ વાડ્રાએ કર્યો પેટ્રોલની કિંમતોનો વિરોધ