બિહારની રાજધાની પટનામાં હોટલના રૂમમાં 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપ

|

પટનાઃ બિહારની રાજધાની પટનામાં એક 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપનો કેસ પ્રકાશમાં આવ્યો છે. ઘટના શહેરના દીઘા પોલિસ સ્ટેશન વિસ્તારની છે. 15 વર્ષીય સગીરા માના ગુસ્સાથી નારાજ થઈ ગઈ અને ઘર છોડીને એક પરિચિત યુવક સાથે નહર રોડમાં દીઘા-રુપસપુર સ્થિત એક હોટલમાં રહેવા જતી રહી. આરોપ છે કે હોટલમાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. સૂરજ પ્રસાદ, કૃષ્ણા પ્રસાદ અને શ્રવણ કુમારે સગીરા સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો.

પીડિતાએ પોલિસને જણાવ્યુ કે તેની બૂમાબૂથી ત્રણ યુવકો ઘટના સ્થળેથી ભાગી ગયા. ત્યારબાદ પીડિતા ઘરે પહોંચી અને ઘટના વિશે પરિવારજનોને જણાવ્યુ. ત્યારબાદ પરિવારજનો દીઘા પોલિસ સ્ટેશન પહોંચ્યા. વળી, દીઘા પોલિસ સ્ટેશનની પોલિસે પ્રથમ દ્રષ્ટિએ કેસનો યોગ્ય જોઈને ગેંગરેપના કેસને મહિલા પોલિસ સ્ટેશનનો સોંપી દીધો. પીડિતાના નિવેદનના આધારે મહિલા પોલિસ સ્ટેશનના ત્રણે આરોપીઓ સામે પૉક્સો એક્ટમાં કેસ નોધવામાં આવ્યો છે.

આરોપીઓની ધરપકડ માટે મહિલા પોલિસ સ્ટેશનની પોલિસ તેમની શોધખોળ કરી રહી છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા પૂર્વ જક્કનપુર પોલિસ સ્ટેશન વિસ્તારના પૂર્વ ડ્રાઈવરએ મંદબુદ્ધિની એક સગીરા બાળકી સાથે રેપની ઘટનાને અંજામ આપ્યો હતો. બિહારની રાજધાની પટનામાં સતત મહિલાઓ પ્રત્યે ગુનાહિત ઘટનાઓ વધી રહી છે.

મહારાષ્ટ્રઃ જાલિચા દેવ મંદિરમાં 55 લોકો કોરોના પૉઝિટીવ

More BIHAR News