કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતનોનુ આજે રેલ રોકો આંદોલન, જાણો કઈ ટ્રેનો થઈ રદ

|

નવી દિલ્લીઃ કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં કેન્દ્ર અને દેશભરના ખેડૂતો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ ગતિરોધ વચ્ચે 18 ફેબ્રુઆરીએ ખેડૂતોએ રેલ રોકો આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો આજે બપોરે 12 વાગ્યાથી આ આંદોલનની શરૂઆત કરશે. સાંજે 4 વાગ્યા સુધી ખેડૂતોનુ આ આંદોલન ચાલુ રહેશે. આ આંદોલનના કારણે ઘણા ટ્રેનો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ભારતીય રેલવે ઉપરાંત રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરો ઘણી ટ્રેનોને રદ કરી દીધી છે અને ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. આવો, જાણીએ ટ્રેનોની સ્થિતિ વિશે શું નિર્ણય લેવામાં આવ્યા છે.

- ઉત્તર રેલવેએ 17 ફેબ્રુઆરી સુધી દરભંગા-અમૃતસર એક્સપ્રેસ સ્પેશિયલને રદ કરી દીધી છે.

- નાંદેડ-અમૃતસર એક્સપ્રેસને ચંદીગઢમાં ઓછા સમય માટે રોકવામાં આવશે. આ 19 ફેબ્રુઆરીએ ચંદીગઢથી ચાલશે અને ચંદીગઢ અને અમૃતસર વચ્ચે તેને રદ કરવામાં આવશે.

- કોરબા-અમૃતસર એક્સપ્રેસને પણ થોડા સમય માટે અંબાલા સ્ટેશન પર રોકવામાં આવશે. તે 19 ફેબ્રુઆરીએ અંબાલાથી ચાલશે અને તે અંબાલા-અમૃતસર વચ્ચે રદ રહેશે.

- અજમેર-અમૃતસર એક્સપ્રેસ જાલંધર શહેરમાં શૉર્ટ ટર્મિનેટ થશે. રેલવે અનુસાર ટ્રેન 18 ફેબ્રુઆરીએ જાલંધર સિટીથી શરૂ થશે. જાલંધન સિટી અને અમૃતસર વચ્ચે ટ્રેન રદ રહેશે.

ઘણી ટ્રેનોની રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ યાદીમાં મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર, બાંદ્રા ટર્મિનસ-અમૃતસર, જયનગરૃઅમૃતસર એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન શામેલ છે. આ ટ્રેનોને બ્યાસ-તરનતારન-અમૃતસર થઈને ચલાવવામાં આવશે. ન્યૂ જલપાઈગુડી-અમૃતસર અને અમૃતસર-હરિદ્વાર એક્સપ્રેસ સ્પેશિયલને 17 ફેબ્રુઆરીએ બ્યાસ-તરન-અમૃતસર માટે રવાના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હજારો ખેડૂતો, જેમાં મોટાભાગે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના રહેવાસી છે, દિલ્લીના ટિકરી સિંધુ અને ગાઝીપુર બૉર્ડર પર 75 દિવસથી વધુ સમયથી ડેરો નાખ્યો છે. તેમના દ્વારા કેન્દ્રીય કૃષિ કાયદાને રદ કરવા અને પાકના લઘુત્તમ સમર્થન મૂલ્યની કાનૂની ગેરેન્ટીની માંગ કરવામાં આવી રહી છે.

પીએમ મોદી આજે અસમમાં 'મહાબાહુ-બ્રહ્મપુત્ર'નુ કરશે ઉદઘાટન

More FARMERS PROTEST News