નવી દિલ્લીઃ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન વચ્ચે ટૂલકિટ મામલે તૂલ પકડી લીધુ છે. ખેડૂત આંદોલનને ગ્લોબલ સ્તર સુધી ફેલાવવા માટે બનાવવામાં આવેલ ટૂલકિટ કેસમાં આરોપી દિશા રવિએ હવે દિલ્લી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. દિશા રવિએ ગુરુવારે એક અરજી દાખલ કરીને કોર્ટને દિલ્લી પોલિસને એ નિર્દેશ આપવાની અપીલ કરી છે કે તે અંગત ચેટ, સંચારની કથિત સામગ્રી સહિત કોઈ પણ તપાસ સામગ્રીને મીડિયામાં લીક ન કરે.
ઉલ્લેખનીય છે કે દિલ્લી પોલિસ 26 જાન્યુઆરી, ગણતંત્ર દિવસે થયેલી હિંસાની તપાસ કરી રહી છે. આ મામલા સાથે સંબંધિત એક સીનિયર પોલિસ અધિકારીએ કહ્યુ કે ટૂલકિટ મામલો લીક થવાથી હિંસાની પાછળ ઈન્ટરનેશનલ ષડયંત્રના ચોંકાવનારા પુરાવા મળ્યા છે. આ કેસમાં ઘણા મોટા નામ પણ સામે આવી રહ્યા છે. ટૂલકિટ ભૂલથી લીક ન થઈ હોત તો ભારત સામે આંતરરાષ્ટ્રીય ષડયંત્રની તપાસ અમારા માટે પડકાર સાબિત થઈ જાત. અધિકારીના જણાવ્યા મુજબ ટૂલકિટ તપાસમાં જાણવા મળ્યુ છે કે આનુ કનેક્શન ટ્વિટર, ટૂલકિટ અને ટેલીગ્રામથી થઈને ખાલિસ્તાન અને હવે પાકિસ્તાન સુધી પહોંચી ગયુ છે.
જળવાયુ કાર્યકર્તા દિશા રવિની ટૂલકિટ મામલે ગયા શનિવારે બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી હતી. દિલ્લીની એક અદાલતે તેને રવિવારે પાંચ દિવસની પોલિસ કસ્ટડીમાં મોકલી હતી. કોંગ્રેસ સતત દિશા રવિની ધરપકડ પર સવાલ ઉઠાવી રહી છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સૈયદ નસીર હુસેને કહ્યુ કે દિશા રવિની ધરપકડ કર્ણાટક પોલિસઅને રાજ્ય સરકારને સૂચિત કર્યા વિના કરવામાં આવી છે. રાજ્યસભા સાંસદ સૈયદ નસીર હુસેને દિશા રવિની ધરપકડ પર કહ્યુ કે દિશા રવિની ધરપકડ કર્ણાટક પોલિસ અને રાજ્ય સરકારને સૂચિત કર્યા વિના કરવામાં આવી હતી.
Toolkit matter: Disha Ravi approaches Delhi High Court seeking direction to Delhi Police to not leak any investigation material including alleged contents of private chats/communication by the petitioner to any third party, including the media. pic.twitter.com/fUUbOHjjuY
— ANI (@ANI) February 18, 2021
ભારત-પ્રશાંત ક્ષેત્રના પડકારો પર ચર્ચા માટે ક્વૉડની આજે બેઠક