રાજ્યપાલના અભિભાષણ સાથે શરૂ થયુ બજેટ સત્ર, કોંગ્રેસ-બસપાના ધારાસભ્યોએ કર્યુ વૉકઆઉટ

|

Uttar Pradesh Budget session 2021, લખનઉઃ રાજ્યપાલ આનંદીબેન પટેલના અભિભાષણ સાથે ઉત્તર પ્રદેશ વિધાનમંડળના બજેટ સત્રની શરૂઆત આજે એટલે કે ગુરુવારે(18 ફેબ્રુઆરી)થી થઈ ગઈ છે. આ દરમિયાન સમાજવાદી પારટીના ધારાસભ્યોએ વિધાનસભાની અંદર ભાજપ પાર્ટી સામે નારેબાજી કરી અને રાજ્યપાલ આનંદીબેન પટેલના સંબોધન દરમિયાન બહાર જતા રહ્યા. વળી, કોંગ્રેસ અને બસપા ધારાસભ્યોએ પણ બજેટ સત્રથી વૉકઆઉટ કર્યુ.

વાસ્તવમાં આજથી ઉત્તર પ્રદેશ વિધાનસભાનુ બજેટ સત્ર શરૂ થઈ ગયુ છે. બજેટ સત્ર દરમિયાન સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભાની અંદર સત્તારૂઢ ભાજપ પાર્ટી સામે નારેબાજી કરી અને રાજ્યપાલ આનંદીબેન પટેલના સંબોધન દરમિયાન બહાર જતા રહ્યા. નારેબાજી કરતી વખતે સપા ધારાસભ્યોએ પોસ્ટર પણ લહેરાવ્યા. તમને જણાવી દઈએ કે આ પ્રદર્શન રામગોવિંદ ચૌધરીની આગેવાનીમાં સપા ધારાસભ્યોએ કર્યુ છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતાઓએ વિધાનસભામાં ચૌધરી ચરણસિંહની પ્રતિમા પાસે બેસીને મોંઘવારી અને ખેડૂતોની સમસ્યાઓ વિશે યુપી સરકાર સામે નારેબાજી કરી.

સપા કાર્યકર્તા સત્રના પહેલા દિવસે ટ્રેક્ટરથી વિધાન ભવન પહોંચ્યા હતા. તે ટ્રેક્ટરને પરિસરનીઅ અંદર લઈ જવા માંગતા હતા. પરંતુ સુરક્ષાકર્મીઓએ તેમને રોકી દીધા. ત્યારબાદ સપા કાર્યકર્તા ચૌધરી ચરણસિંહની પ્રતિમા પાસે જઈને બેસી ગયા. આ દરમિયાન સતત નારેબાજી થતી રહી. આ દરમિયાન સપા નેતાઓએ આરોપ લગાવીને કહ્યુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઠીક નથી. સાથે જ સપા નેતાઓએ ખેડૂતોનો મુદ્દો અને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં થયેલા વધારાનો મુદ્દો ઉઠાવ્યો.

ટૂલકિટ મામલોઃ આરોપી દિશા રવિએ ખખડાવ્યો દિલ્લી HCનો દરવાજો

More SAMAJWADI PARTY News