ખેડૂત આંદોલન સાથે જોડાયેલ ટૂલકિટ મામલે શંકાસ્પદ આરોપી વકીલ નિકિતા જૈકબને બૉમ્બે હાઈકોર્ટે આગોતરા જામીન આપી દીધા છે. કોર્ટે દિલ્લી પોલિસની એફઆઈઆર અંગે 3 સપ્તાહ માટે ટ્રાન્ઝિટ જામીન આપવાની મંજૂરી આપી દીધી છે. વળી, ધરપકડ મામલે નિકિતાને 25 હજાર રૂપિયાના જાત મુચરકા અને એટલી જ રકમ પર જામીન પર મુક્ત કરવામાં આવશે. કોર્ટે કાલે જ નિકિત જૈકબના આવેદન પર પોતાનો ચુકાદો સુરક્ષિત કરી લીધો હતો.
દિલ્લી કોર્ટ તરફથી વકીલ નિકિતા જૈકબ સામે બિન જામીનપાત્ર વૉરન્ટ જારી કરવામાં આવ્યુ છે. ધરપકડની આશંકાને પગલે જૈકબે બૉમ્બે હાઈકોર્ટમાં 4 સપ્તાહ માટે જામીન આપવાની માંગ માટ આવેદન કર્યુ હતુ. વળી, આ મામલે બીજા શંકાસ્પદ આરોપી શાંતનુ મુલુકને 10 દિવસ માટે ટ્રાન્ઝિટ જામીન આપવામાં આવ્યા. શાંતનુ સામે પણ બિન જામીનપાત્ર વૉરન્ટ જારી કરવામાં આવ્યા હતા. ટૂલકિટ મામલે પહેલી ધરપકડ ક્લાઈમેટ એક્ટીવિસ્ટ દિશા રવિની થઈ હતી. દિલ્લી પોલિસે તેમને બેંગલુરુથી ધરપકડ થઈ હતી. તેના પર ટૂલકિટને બનાવવા અને બીજાને શેર કરવાનો ગંભીર આરોપ છે.
ઘટાડા સાથે ખુલ્યુ શેર બજાર, 157 પોઈન્ટ નીચે સેંસેક્સ