ચંદીગઢઃ પંચકૂલા ઈન્ડસ્ટ્રીયલ પ્લૉટ અલૉટમેન્ટ કૌભાંડ મામલે આજે(16 ફેબ્રુઆરી) ઈડીએ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રીંગ એક્ટ, 2002(પીએમએલએ) હેઠળ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને અન્ય 21 સામે આરોપનામુ દાખલ કર્યુ છે. આરોપ છે કે વર્ષ 2013માં તત્કાલીન સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના પરિવારજનોને 30.34 કરોડ રૂપિયામાં ખોટી રીતે 14 ઔદ્યોગિત ભૂખંડો ફાળવવામાં આવ્યા હતા.
ઈડીએ આરોપનામામાં પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સિવાય ચાર રિટાયર થઈ ચૂકેલ આઈએએસ અધિકારીઓના નામ પણ શામેલ કર્યા છે. તમને જણાવી દઈએ કે પંચકૂલા ઈન્ડસ્ટ્રીયલ પ્લૉટ અલૉટમેન્ટ કેસની તપાસ ઈડીએ વર્ષ 2015માં હરિયાણા સતર્કતા બ્યૂરો દ્વારા એફઆઈઆરના આધારે શરૂ કરી હતી. આ કેસમાં ઈડીની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. આ કેસની એફઆઈઆરને વર્ષ 2016માં કેન્દ્રીય તપાસ પંચ(સીબીઆઈ)ને ટ્રાન્સફર કરવામાં આવી હતી. એ વખતે સીબીઆઈએ 120-B, 201, 204, 409, 420, 467, 468, 471, 13 ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધી હતી.
Enforcement Directorate (ED) files prosecution complaint in the Panchkula Industrial Plot Allotment scam against 22 accused including the then CM Haryana BS Hooda pic.twitter.com/n8YlBsgBQB
— ANI (@ANI) February 16, 2021
સીધી દૂર્ઘટનાઃ 42 શબ બહાર કઢાયા, PM મોદીએ કર્યુ વળતરનુ એલાન