દેશમાં મળ્યા કોરોનાના 9121 નવા દર્દી, 87 લાખથી વધુ લોકોને મૂકાઈ રસી

|

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસ એક વાર ફરીથી 10 હજારથી નીચે રેકૉર્ડ કરવામાં આવ્યા છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા એક દિવસની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણના 9121 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત 81 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 1,09,25,710 અને મૃતકોની સંખ્યા 1,55,813 થઈ ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોના વાયરસના દર્દીનો રિકવરી રેટ પણ સતત સુધરી રહ્યો છે અને અત્યાર સુધી દેશભરમાં 1,06,33,025 દર્દી રિકવર થઈ ચૂકયા છે. આમાંથી 11,805 દર્દી છેલ્લા 24 કલાકની અંદર રિકવર થયા છે. સતત સુધરી રહેલ રિકવરી રેટના કારણે દેશમાં હાલમાં કોરોના વાયરસના સક્રિય કેસ 1,36,872 જ બચ્યા છે. વળી, કોરોના વાયરસ રસીકરણ અભિયાનના પહેલા તબક્કામાં અત્યાર સુધી 87,20,822 લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી ચૂકી છે.

મહારાષ્ટ્રમાં વધ્યા કોરોના વાયરસના કેસ

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં એક વાર ફરીથી વધારો નોંધવામાં આવ્યો છે અને સરકાર બારીકાઈથી સ્થિતિનુ નિરીક્ષણ કરી રહી છે. રાજ્યના ડેપ્યુટી સીએમ અજીત પવારે સોમવારે કોરોના વાયરસના વધતા કેસો પર કહ્યુ કે લોકોએ નિયમોનુ પાલન કરવાનુ બંધ કરી દીધુ છે માટે સરકાર અમુક કડક નિર્ણયો લઈ શકે છે.

છેલ્લા 6 દિવસથી 3 હજારથી ઉપર કેસ

મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સોમવારે રાજ્યમાં કોરોના વાયરસના 3365 નવા કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે 23 લોકોના મોત થયા છે. છેલ્લા 6 દિવસથી મહારાષ્ટ્રમાં સતત કોરોના વાયરસના કેસ 3 હજારથી ઉપર નોંધવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સંક્રમણના કુલ 2,067,643 કેસ મળી ચૂક્યા છે.

આજે વસંત પંચમી, જરૂર કરો સરસ્વતી વંદના, મળશે જ્ઞાન સુખ

More CORONAVIRUS News