પીએમ મોદી આજે તમિલનાડુ અને કેરળના પ્રવાસે, જાણો ટાઈમટેબલ

|

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને કેરળના પ્રવાસ પર છે. પીએમ મોદી આજે તમિલનાડુની રાજધાની ચન્નઈ પહોંચશે, જ્યાં તેઓ વિવિધ યોજનાઓની શરૂઆત કરશે. પીએમ મોદી અહીં સેનાને Arjun Tank (Mark-1A) સોંપશે. જે સ્વદેશ વિકસિત અર્જુન ટેંક હશે. આની સાથે જ પીએમ મોદી કોચ્ચિમાં પણ વિવિધ પ્રોજેક્ટ્સની શરૂઆત કરશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર નિવેદન મુજબ પીએમ મોદી આજે ચેન્નઈમાં ચેન્નઈ મેટ્રો રેલવે પરિયોજનાના પહેલા તબક્કાનો પ્રારંભ કરશે. સાથે જ કેરળમાં એક પેટ્રોકેમિકલ પરિસરનો પણ શુભારંભ કરશે. તમિલનાડુ અને કેરળમાં આગામી એપ્રિલ-મે મહિનામાં વિધાનસભા ચૂંટણી થશે, એવામાં પીએમ મોદીનો આ પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

ચેન્નઈ મેટ્રો રેલવે પરિયોજના પૂરી કરવામાં 3770 કરોડ રૂપિયાની લાગત આવી છે. આ ઉત્તરી ચેન્નઈને એરપોર્ટ અને રેલવે સ્ટેશન સાથે જોડવાનું કામ કરશે. પીએમઓ મુજબ મોદી આજે ચેન્નઈના દરિયા કાંઠે અને અટ્ટીપટ્ટૂ વચ્ચે ચોથી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કરશે.

દક્ષિણ ભારતના પ્રવાસે જશે પીએમ મોદી

પીએમ મોદીએ પણ પોતાના આ પ્રવાસને લઈ ટ્વીટ કર્યું છે. પીએમ મોદીએ શનિવારે રાતે ટ્વીટ કરતા લખ્યું, "14 ફેબ્રુઆરીએ ચેન્નઈ અને કોચ્ચિમાં હોઈશ. કેટલાંય વિકાસ કાર્યો શરૂ કરાશે, જે આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણથી પૂરાં કરવાની ગતિને વધારશે. પરિયોજનાઓ આપણા નાગરિકો માટે ઈઝ ઑફ લિવિંગને ઉત્તેજન આપશે"

તમિલનાડુ પર નજર?

પીએમ નરેન્દ્ર મોદી પહેલાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ પણ તમિલનાડુમાં ચૂંટણીલક્ષી પ્રવાસ કરી ચૂક્યા છે. તે દરમ્યાન અમિત શાહનું ચેન્નઈ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત પણ કરાયું હતું. અમિત શાહે ત્યાં એલાન કર્યું હતું કે મુખ્યમંત્રી પીલાનીસ્વામીના નેતૃત્વમાં તેમનું ગઠબંધન તમિલનાડુમાં સરકાર બનાવવા જઈ રહ્યું છે.

કહ્યું- આ રાજકીય પ્રવાસ નથી

વિધાનસભા ચૂંટણીને જોતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ તમિલનાડુનો બે વખત પ્રવાસ કરી ચૂક્યા છે. તે દરમ્યાન રાહુલ ગાંધીએ તમિલ સંસ્કૃતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. રિપોર્ટ મુજબ પીએમ મોદીનો આ પ્રવાસ રાજનૈતિક નથી.

ઓઈલ સંપન્ન દેશોના વલણને કારણે વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવઃ ધર્મેન્દ્ર પ્રધાન

More PM MODI News