વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને કેરળના પ્રવાસે ગયા છે. આ પ્રવાસ અંતર્ગત તેઓ અત્યાર તમિલનાડુના ચેન્નઈ શહેરમાં પહોંચી ગયા છે. પીએમ મોદીએ આ દરમ્યાન તમિલનાડુમાં ભારતીય સેનાને મુખ્ય યુદ્ધક ટેંક અર્જુન સમર્પિત કર્યું. પીએમ મોદી આજે તમિલનાડુમાં કેટલીય વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
આજે રવિવારે પીએમ મોદીના પ્રવાસને લઈ અન્નામુદ્રક અને ભાજપના કેટલાય કાર્યકર્તાઓ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ પાસે રસ્તાઓ પર અને આઈએનએસ અડ્યાર પાસે એકઠા થઈ ગયા છે.
નોંધનીય છે કે ચેન્નઈ મેટ્રો રેલવે પરિયોજના પૂરી કરવામાં 3770 કરોડ રૂપિયાની લાગત આવી છે. આ ઉત્તરી ચેન્નઈને એરપોર્ટ અને રેલવે સ્ટેશન સાથે જોડવાનું કામ કરશે. પીએમઓ મુજબ મોદી આજે ચેન્નઈના દરિયા કાંઠે અને અટ્ટીપટ્ટૂ વચ્ચે ચોથી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કરશે.
Black Day, Pulwama Attack: રાજનાથ સિંહ અને અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી