Ram Temple construction, અયોધ્યાઃ અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિર માટે ભક્તો આગળ આવીને પોતાની શ્રદ્ધાથી દાન કરી રહ્યા છે. રામ મંદિર નિર્માણ માટે દાનમાં મળેલી રકમ ગુરુવારે સાંજ સુધી દોઢ હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગઈ છે. આ અંગેની માહિતી શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિએ આપી છે. તેમણે જણાવ્યુ કે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અકાઉન્ટમાં 1511 કરોડ રૂપિયાની રકમ ગુરુવારની સાંજ સુધી જમા થઈ ચૂકી છે.
ચાર લાખ ગામો, 11 કરોડ પરિવાર સુધી પહોંચવાનુ લક્ષ્ય
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિએ જણાવ્યુ કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે આખો દેશ દાન આપી રહ્યો છે. અમારો ઉદ્દેશ આ દાન અભિયાન દરમિયાન દેશમાં ચાર લાખ ગામો અને 11 કરોડ પરિવારો સુધી પહોંચવાનુ છે. અમે 15 જાન્યુઐરીથી દાન એકઠુ કરવા માટે આ અભિયાન ચલાવી રહ્ય છે અને તે 27 ફેબ્રુઆરી સુધી ચાલશે.
30 દિવસમાં ભેગા કર્યા 1511 કરોડ રૂપિયા
અયોધ્યામાં બનનાર ભવ્ય મંદિર નિર્માણ માટે દાન ભેગુ કરવાના અભિયાનની શરૂત મકર સંક્રાંતિથી થઈ હતી. વિશ્વ હિંદુ પરિષદ તરફથી આ દેશવ્યાપી અભિયાન દ્વારા 30 દિવસમાં 1511 કરોડ રૂપિયાની રકમ ભેગી કરી લેવામાં આવી છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગિરીએ કહ્યુ કે, 'ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને મેનેજમેન્ટની દેખરેખ માટે રચિત ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખાતામાં 1511 કરોડની રકમ જમા કરવામાં આવી છે.'
ગુજરાતઃ યુનિવર્સિટીમાં 18 ફેબ્રુઆરીથી યોજાનાર પરીક્ષાઓ રદ