Jammu Kashmir News: જમ્મુ કાશ્મીર પોલિસે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ઝહૂર અહેમદ રાથર(Zahoor Ahmad Rather)ની સાંબા જિલ્લાથી ધરપકડ કરી છે. ઝહૂર અહેમદ રાથર કુલગામ જિલ્લામાં ગયા વર્ષે ત્રણ ભારતીય જનતા પાર્ટી(BJP) કાર્યકર્તાઓની હત્યાઓનો શંકાસ્પદ આરોપી છે. પોલિસને શંકા છે કે આતંકી ઝહૂર અહેમદ રાથરે ત્રણ ભાજપ કાર્યકર્તાઓ ઉપરાંત કુલગામના ફર્રાહ વિસ્તારમાં એક પોલિસકર્મીની હત્યા કરી છે. પોલિસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલ આતંકી ઝહૂર અહેમદ લશ્કર-એ-તૈયબા કે પછી ટીઆરએફ(ધ રેજિસ્ટંસ ફ્રંટ)નો સભ્ય છે. આગળની તપાસ માટે ધરપકડ કરાયેલ આતંકી ઝહૂર અહેમદને કાશ્મીર લાવવામાં આવી રહ્યો છે.
પૂર્વ મંત્રી-પૂર્વ MLA કિરિટ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામુ