ધરતીકંપથી હલી ગયા રાહુલ ગાંધી
ભૂકંપ આવ્યો ત્યારે શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર દીપેશ ચક્રવર્તી સાથેની વર્ચ્યુઅલ વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મને લાગે છે કે ભૂકંપ આવી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, રાહુલ ગાંધી બોલતી વખતે વચ્ચે જ રોકાઈ જાય છે અને કહે છે, 'સારું, મને લાગે છે કે ભૂકંપ આવ્યો છે. જોકે.... રાહુલ ગાંધીની વાત સાંભળીને લાઇવ વીડિયો સામેલ સભ્યોના ચહેરા પર હળવી સ્માઇલ આવી ગઇ હતી. હવે રાહુલ ગાંધીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
રાહુલ ગાંધીના રિએક્શન પર યુઝર્સની પ્રતિક્રિયા
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી હાલમાં પોતાના બે દિવસીય પ્રવાસ પર રાજસ્થાનમાં છે, ભૂકંપ આવે ત્યારે તે રાત્રે ઝૂમ બેઠક પર હતા. રાહુલ ગાંધી હસતા હસતા કહે છે કે હું મારા આખા ઓરડામાં કંપન અનુભવી શકું છું. રાહુલ ગાંધીની આ પ્રતિક્રિયા અંગે સોશિયલ મીડિયા યુઝર્સનો મજેદાર પ્રતિસાદ બહાર આવી રહ્યો છે. હસીબા નામના યુઝરે લખ્યું છે કે, રાહુલ ગાંધીની ભૂકંપ અંગે હસીને પ્રતિક્રિયા આપી તે મને ખુબ ગમી.
|
તાજિકિસ્તાનમાં ભૂકંપ
નોંધપાત્ર વાત એ છે કે શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપના આંચકાથી ઉત્તર ભારતના લોકો ગભરાઈ ગયા હતા. સિસ્મોલોજી વિભાગ દ્વારા અગાઉ ભૂલથી અહેવાલ આપ્યો હતો કે ધરતીકંપનું કેન્દ્ર અમૃતસરમાં 19 કિલોમીટરની ઉંડાઈ પર કેન્દ્રિત હતું. જો કે, તેમણે થોડા સમય પછી પોતાનું નિવેદન બદલીને કહ્યું કે ભૂકંપ તાજીકિસ્તાનમાં ત્રાટક્યો, જેના આંચકા ભારત સુધી અનુભવાયા હતા. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ ભુલ સોફ્ટવેરના કારણે થઇ હતી.