Union Home Minister Amit Shah on Mamata Banerjee govt: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે એક ઈન્ટરવ્યુ આપ્યો. આ દરમિયાન અમિત શાહે કહ્યુ કે તેમની પાર્ટીનુ લક્ષ્ય પશ્ચિમ બંગાળમાંથી મમતા બેનર્જી સરકારને ઉખાડી ફેંકવાનુ છે અને આ કોઈ શુગર કોટિંગ વાત નથી. બંગાળમાં 'જય શ્રીરામ'ના નારા પર ચાલી રહેલ રાજકારણ પર અમિત શાહે કહ્યુ કે તેમને ખબર નથી કે 'જય શ્રીરામ'ના નારાથી મમતા બેનર્જી આટલા ચિડાય છે કેમ? અમિત શાહે કહ્યુ કે બંગાળની રેલીઓમાં અમે જય શ્રીરામ એટલા માટે કહીએ છીએ કારણકે લોકો આવુ ઈચ્છે છે. જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યુ કે શું તમે મમતા બેનર્જીનુ અપમાન કરવા માટે જય શ્રીરામના નારા લગાવો છો? તો શાહે કહ્યુ, 'વંદે માતરમ હોય, ઈંકલાબ ઝિંદાબાદ હોય, ભારત માતાકી જય હોય કે જય શ્રીરામના નારા હોય, એ ત્યારે જ લોકપ્રિય થાય છે જ્યારે લોકો તેનો સ્વીકાર કરે છે. નહિતર માત્ર નેતા તેનો ઉપયોગ કરે છે અને પછી ખતમ થઈ જાય છે.' અમિત શાહ પહેલા પીએમ મોદીએ પણ હલ્દિયાાં 'જય શ્રીરામ'ના નારા વિશે મમતા બેનર્જી પર નિશાન સાધ્યુ હતુ.
'જય શ્રીરામ નારાના ગુસ્સા પાછળ મમતા બેનર્જી સરકારની મત બેંકની રાજનીતિ છે'
ઈન્ડિયા ટુડે કૉન્ક્લેવ ઈસ્ટ 2021માં અમિત શાહે કહ્યુ, 'મને ખબર નથી કે મમતા દીદી જય શ્રીરામના નારાથી આટલા કેમ ચિડાય છે. તૃણમૂલ કોંગ્રેસના આ નારાને ધાર્મિક કૉલ તરીકે વ્યાખ્યા કરવાનો પ્રયત્ન ખોટો છે. જો આ એક ધાર્મિક આહ્વાન હોત, તો બંગાળે આનો ક્યારેય સ્વીકાર ન કર્યો હોત. જય શ્રીરામ તુષ્ટિકરણના વિરોધનુ એક પ્રતીક છે. બંગાળમાં યુવાનોને દૂર્ગા પૂજા દરમિયાન પંડાલોને વ્યવસ્થિત કરવા ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખખડાવવો પડે છે, બાળકો સરસ્વતી પૂજા મનાવી શકતા નથી, લોકોને રામ નવમી પર શોભાયાત્રા કાઢવાની મંજૂરી નથી. આ શું થઈ રહ્યુ છે? જય શ્રીરામના ગુસ્સા પાછળ મમતા બેનર્જીની સરકારનુ તુષ્ટિકરણ અને મતબેંકની રાજનીતિ છે. આ નારો હવે પરિવર્તન નારો છે.'
'હું મમતા બેનર્જીની સરકારને ઉખાડી ફેંકવા માટે અહીં આવ્યો છુ'
ઈન્ડિયા ટુડે કૉન્ક્લેવ ઈસ્ટ 2021માં અમિત શાહને જ્યારે ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યુ કે મમતા બેનર્જીએ કહ્યુ કે અમિત શાહ કહે છે કે, 'અમે મમતા સરકારને ઉખાડી ફેંકીશુ, શું આનાથી મને ગુસ્સો નહિ આવે?' આ સવાલના જવાબમાં અમિત શાહ બોલ્યા, 'મારે બીજુ શું કહેવુ જોઈએ? હું મમતા બેનર્જીની સરકારને ઉખાડી ફેંકવા માટે અહીં આવ્યો છુ. અમે સત્તામાં ત્યારે જ આવી શકીશુ જ્યારે અમે મમતા બેનર્જીની સરકારને ઉખાડી ફેંકીશુ. હું અહીં તેમને સંભાળવા નથી આવ્યો. મારે એ કેમ કહેવુ જોઈએ કે હું મમતા બેનર્જીની સરકારને સંરક્ષિત કરીશ? ટીએમસી સારુ પ્રદર્શન નથી કરી રહી એટલા માટે હું કહુ છુ કે બંગાળની જનતા આ સરકારને ઉખાડી ફેંકશે.'
પરિવર્તન યાત્રા પર શું બોલ્યા અમિત શાહ
અમિત શાહે પરિવર્તન યાત્રા પર કહ્યુ, 'ચૂંટણી અભિયાનનુ નામ પરિવર્તન યાત્રા રાખવા પાછળ ભાજપનો ઉદ્દેશ્ય માત્ર મુખ્યમંત્રીને બદલવાનો નથી, કે તેનો ઉદ્દેશ્ય સત્તાધારી પાર્ટી કે ધારાસભ્ય કે મંત્રીને બદલવાનો નથી. અમે બંગાળની સ્થિતિને બદલવા માટે પરિવર્તન યાત્રા પર નીકળ્યા છે અને સ્થિતિ બદલાઈ જશે જ્યારે અમે દરેક વ્યક્તિ વચ્ચે ઈચ્છા અને આકાંક્ષોઓને પ્રજ્વલિત કરીશુ જેથી લોકતાંત્રિક રીતે ચાલી રહેલ કુપ્રથાઓને રોકી શકાય અને કંઈક સારુ કરી શકાય. મારુ માનવુ છે કે બંગાળના લોકો અમારી સાથે છે કારણકે તે ક્યારેય નથી ઈચ્છતા કે બંગાળમાં આવતા પાંચ વર્ષ સુધી યથાસ્થિતિ જળવાઈ રહે.'
ગુજરાત ચૂંટણીઃ સુરત ભાજપના 600 કાર્યકર્તા આપમાં થયા શામેલ