પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું છે. દિનેશ ત્રિવેદીએ કહ્યું કે મારા રાજ્યમાં હિંસા થઈ રહી છે અને અમે અહીં કંઇ બોલી શકતા નથી. તમને જણાવી દઇએ કે દિનેશ ત્રિવેદી ટીએમસીના ટોચના નેતા છે અને કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે, આ કિસ્સામાં ચૂંટણીના થોડા મહિના પહેલા જ દિનેશ ત્રિવેદીનું રાજ્યસભામાંથી રાજીનામું આપવું મમતા બેનર્જી માટે મોટો ઝટકો છે. જોકે, આજ સુધી દિનેશ ત્રિવેદીએ ભવિષ્ય અંગે કંઇ કહ્યું નથી કે શું તેઓ ટીએમસીમાં રહેશે કે અન્ય કોઈ પાર્ટીનો હાથ પકડશે.
દિનેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મને અહીં મોકલનાર મારી પાર્ટીનો આભારી છું. મારા રાજ્યમાં હિંસા થઈ રહી છે અને હું આ માટે કાંઈ કરી શક્યું નથી, જેના કારણે હું અહીં ગૂંગળામણ અનુભવું છું. મારો આત્મા મને કહે છે કે જો તમે અહીં બેસીને કંઇ કરી શકતા નથી, તો તમારે કોઈ પણ સંજોગોમાં રાજીનામું આપવું જોઈએ, હું પશ્ચિમ બંગાળના લોકો માટે પણ આગળ કામ કરીશ. દિનેશ ત્રિવેદીએ કહ્યું કે તૃણમૂલ એટલે મૂળભૂત, જમીન સાથે જોડાયેલ. મારા રાજીનામાથી, કોઈ પણ જમીન સાથે સંકળાયેલા કાર્યકરને રાજ્યસભામાં આવવા માટે તક મળશે.
શું ભાજપમાં સામેલ થશે ગુલાબ નબી આઝાદ, સવાલ પર આપ્યો ચોંકાવનારો જવાબ