માનસા વારાણસીએ જીત્યો મિસ ઈન્ડિયા 2020નો ખિતાબ
તમને જણાવી દઈએ કે ફેમિના મિસ ઈન્ડિયા 2020ના ગ્રાંડ ફિનાલેનુ આયોજન મુંબઈમાં બુધવારે થયુ હતુ. મસ્તી અને શબાબની આ ઈવેન્ટમાં વાણી કપૂર, ચિત્રાંગદા સિંહ, નેહા ધૂપિયા, અપારશક્તિ ખુરાના અને પુલકિત સમ્રાટ સહિત ઘણા જાણીતા ફિલ્મ સ્ટાર્સ શામેલ થયા. પુલકિત સમ્રાટ અને ચિત્રાંગદા સિંહ આ ફિનાલે ઈવેન્ટ પેનલિસ્ટ હતા. વળી, વાણી કપૂર સ્ટાર પર્ફોર્મર તરીકે લોકો સામે હાજર થઈ. વળી, આ ઈવેન્ટને અપારશક્તિ ખુરાનાએ હોસ્ટ કરી.
તેલંગાનાની રહેવાસી છે માનસા
તમને જણાવી દઈએ કે માનસા વારાણસી મૂળ તેલંગાનાની રહેવાસી છે અને તેની ઉંમર 23 વર્ષની છે. તેણે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે અને વ્યવસાયે તે ફાઈનાન્સિયલ ઈન્ફૉર્મેશન એનાલિસ્ટ છે. વાંચવાના શોખ અને કંઈ અલગ કરવાની ઈચ્છાએ માનસાને બ્યુટી વર્લ્ડ સુધી પહોંચાડી દીધી. માનસા વારાણસી 8 વર્ષ સુધી ભરતનાટ્યમ અને 4 વર્ષ સુધી ક્લાસિકલ મ્યૂઝિક શીખ્યુ છે. તે આ પહેલા મિસ તેલંગાના હતી. મિસ ઈન્ડિયા બન્યા બાદ માનસાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકો તેને અભિનંદન સાથે આવનારા ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપી રહ્યા છે.
અસાધારણ બનવા માટે અસાધારણ કામ કરવા પડશે
માનસાએ ગ્રાન્ડ ફિનાલેમાં એક કોટ વાંચ્યુ હતુ જેના કારણે તે જજોને ખાસ્સા પ્રભાવિત કરી શકી. તેણે કહ્યુ હતુ કે, 'કોઈ પુસ્તકમાં લખ્યુ હતુ કે તમારી સાથે કંઈ અસાધારણ ત્યાં સુધી નહિ થાય જ્યાં સુધી તમે કંઈ અસાધારણ નહિ કરો. તમે તમારા વિચારો બદલો અને કંઈ અલગ કરો, તમે ખુદ જ કંઈ અલગ કરી જશો.'