Amit Shah starts his two-day tour in Assam and West Bengal: કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહ ગુરુવાર(11 ફેબ્રુઆરી)ની સવારે ગુવાહાટી(આસામ) પહોંચ્યા. અમિત શાહ અસમ અને પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને જોતા આજથી બે દિવસીય પ્રવાસ પર છે. અમિત શાહ આજે સવારે ગુવાહાટી પહોંચ્યા. અમિત શાહ અહીં કોચ-રાજબંશીના મહારાજ અનંત રાયને મળી શકે છે. અનંત રાય ગ્રેટર કૂચ બિહાર પીપલ્સ એસોસિએશન (GCPA)ના પ્રમુખ છે. આ ઉપરાંત અમિત શાહ આજે કૂચબિહારથી ભાજપની પરિવરર્ત યાત્રા (Bjp Parivartan Yatra)ના ચોથા તબક્કાની શરૂઆત કરશે. ભાજપ ચૂંટણીને જોતા પશ્ચિમ બંગાળની બધી 294 વિધાનસભા સીટો સુધી પહોંચવા માટે પાંચ તબક્કામાં પરિવર્તન યાત્રા નીકળી રહી છે.
અમિત શાહે પોતાના બંગાળ પ્રવાસ વિશે બુધવારે મોડી રાતે ટ્વિટ પણ કર્યુ. અમિત શાહે ટ્વિટ કરીને લખ્યુ, 'કાલે પશ્ચિમ બંગાળમાં રહીશ. બધુ સારુ રહેવાની આશા કરી રહ્યો છુ. કૂચ બિહાર સાથે પશ્ચિમ બંગાળ ભાજપની ચોથી પરિવર્તન યાત્રાને રવાના કરીશ. ત્યારબાદ ઠાકુરનગરમાં એક સાર્વજનિક રેલીમાં ભાગ લેવાનો છુ. હું કોલકત્તામાં અમારા સોશિયલ મીડિયા સ્વયંસેવકો સાથે પણ વાતચીત કરીશ.'
અમિત શાહના પ્રવાસ વિશે ભાજપ પ્રવકતા અનિલ બલૂનીએ કહ્યુ, 'અમિત શાહ ઠાકુરબાડી મેદાનમાં જનસભાને સંબોધિત કરશે અને ત્યારબાદ તે કોલકત્તામાં પાર્ટીના સોશિયલ મીડિયા સ્વયંસેવકોની બેઠકને સંબોધિત કરશે. અમિત શાહ આ પહેલા પણ પશ્ચિમ બંગાળના પ્રવાસે જઈ ચૂક્યા છે. આ પહેલા અમિત શાહનો પશ્ચિમ બંગાળ પ્રવાસ દિલ્લીમાં ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસાના કારણે અટકી ગયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ 7 ફેબ્રુઆરીએ બંને રાજ્યોનો પ્રવાસ કર્યો હતો અને ત્યાં ઘણી વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કર્યો. વળી, 6 ફેબ્રુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નદિયા જિલ્લાથી પરિવર્તન યાત્રાનો શુભારંભ કર્યો હતો. પશ્ચિમ બંગાળ અને અસમમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.'
સરકારના નિર્દેશ બાદ ભડકાઉ ટ્વિટર યુઝર્સ સામે Twitterની કાર્યવાહી, ઘણા અકાઉન્ટ કર્યા બ્લૉક