ikikai: ડિઝાઈનના માધ્યમથી સમાજમાં સકારાત્મક બદલાવની પહેલ

|

નવું પરંતુ સારુ્ં કરવાના સશક્ત વિચારથી ikikai ની શરૂઆત કરવામાં આવી, જેનો ઉદ્દેશ્ય ડિઝાઈનના માધ્યમથી સામાજિક પ્રભાવ પેદા કરવાનો છે. ચાની ચૂસકી લેતી વખતે આ વિચારથી પ્રેરિત થઈ કેટલાક મિત્રોએ 'ikikai'ની શરૂઆત કરી, જેનાથી ડિઝાઈનના માધ્યમથી સમાજમાં બદલાવ લાવી શકાય, ઉભરતા કલાકારોને સફળતા આપી શકાય. એટલું જ નહિ, તેનો ઉદ્દેશ્ય પરસ્પર ભાગીદારીથી મુખ્ય રૂપે મહિલાઓની આગેવાની વાળા નાના કારોબાર અને સામાજિક સંગઠનો/એનજીઓને પણ નવી તાકાત આપવી છે. આ લાજવાબ વિચારોને અમલમાં લાવવા માટે ikikaiનો જન્મ થયો.

બે જાપાની શબ્દોને ભેળવીને ikikai બન્યું છે. જેમાં 'iki'નો અર્થ થાય છે 'એસ્થેટિક્સ' એટલે કે સૌંદર્યનો અનુભવ. જ્યારે 'kai'નો અર્થ થાય છે 'રિકવરી' એટલે નવીનીકરણ. આ હમિંગબર્ડની જેમ વિશિષ્ટતા, સૌંદર્ય અને અનુકૂલન અપનાવવાનો પ્રતિક છે. આ ભાવના સાથે જ ikikai ઉભું કરવામાં આવ્યું.

જાગરુક અને સંવેદનશીલ ગ્રાહકોના જમાનામાં ખરીદદારોને ઘણી જાણકારી જોઈતી- કે તમે કોણ લોકો છો અને તમે કઈ વસ્તુઓમાં વિશ્વાસ કરો છો? સામાજિક અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ જીવનધોરણ માટે ઉપરની આ સોચને ikikai પોતાની ડિઝાઈનના માધ્યમથી સમાજની સામે લાવવાનું કામ કરે છે. ikikaiની ટીમ અને નેટવર્ક પોતાના ગ્રાહકો માટે દરજીઓએ બનાવેલા બહુ ખાસ પ્રકારના પીસ તમારા માટે તૈયાર કરે છે. જેમાં ઈકો ફ્રેન્ડલી ડિઝાઈનથી લઈ, ઉત્પાદનથી પેકેજિંગ સુધીની અનેક વિવિધતાઓ છતાં દરેક્ટ પ્રોડક્ટ કંઈક સારું કરવાની પ્રેરણાથી તૈયાર કરવામાં આવે છે.

ikikaiની ટીમ

અનુભવી પ્રોફેશનલ ઈશા, ક્ષિરા અને પરાગ ikikaiના સહ સંસ્થાપક છે, જેમનું કહેવું છે કે, 'ikikai અમારો ભાગ છે, જે સકારાત્મક પરિવર્તન લાવીને હૂંફ આપે છે. આ ડિઝાઈન અને સામાજિક પ્રભાવના આધારે કેટલાય લોકોના દિલ અને દિમાગના માધ્યમથી સાચા વિશ્વાસ સાથે આગળ વધતા રહેવાનો એક પ્રયત્ન છે. જે સુંદરતાનો જશ્ન મનાવવા અને સારું કરવાનો એક રસ્તો છે.'

અમે જાણીએ છીએ કે આજના ગ્રાહકો આવતી કાલને શ્રેષ્ઠ બનાવવા માટે સારું ઉદાહરણ રજૂ કરવા બહુ સમજી વિચારને પસંદગી કરે છે અને આ યાત્રા માટે ikikai એક સોનેરી વિકલ્પ છે. આવો, કંઈક સારું કરવામાં ભાગીદાર બનવા માટે www.ikikai.co ની મુલાકાત લઈએ.

More SOCIETY News