Supreme Court on INS Viraat: ભારતીય નૌકાદળમાંથી રિટાયર થઈ ચૂકેલ વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટને તોડવાની પ્રક્રિયા ચાલુ હતી. દેશમાં ઘણા બધા લોકો એવા હતા જે આના વિરોધમાં હતા. સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર વિરાટને બચાવવા માટે અભિયાન પણ ચલાવ્યુ. સાથે જ સંગ્રહાલય તરીકે ફેરવવાની માંગ કરી. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને બુધવારે આમાં મોટો ચુકાદો આવ્યો. સુપ્રીમ કોર્ટે આગલા આદેશ સુધી INS વિરાટને તોડવાની પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.
વાસ્તવમાં INS વિરાટને ચાર વર્ષ પહેલા ભારતીય નૌકાદળમાંથી રિટાયર કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ગયા વર્ષે જુલાઈમાં 38.54 કરોડ રૂપિયામાં શ્રીરામ ગ્રુપે તેને ખરીદ્યુ અને ગુજરાતના ભાવનગર લઈ ગયા જ્યાં ગયા વર્ષે ડિસેમ્બરમાં તેને તોડવાની પ્રક્રિયા શરૂ થઈ. વર્તમાન સમયમાં 300 પ્રશિક્ષિત શ્રમિકો આને તોડવાનુ કામ કરી રહ્યા હતા. સાથે જ 30 ટકા હિસ્સો તૂટી પણ ગયો છે. આઈએનએસ વિરાટ મજબૂત સ્ટીલથી બનેલુ છે અને તેમાં અમુક ભાગ બુલેટપ્રૂફ પણ છે. શ્રીરામ કંપની તેને તોડીને તેનુ સ્ટીલ કાઢીને વેચશે.
વળી, તેની વેચવાની પ્રક્રિયાનો મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો. સાથે તે સરકારને આને સંગ્રહાલયમાં ફેરવવાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં પણ એક અરજી કરવામાં આવી. જેના પર બુધવારે સુનાવણી કરીને કોર્ટે તેને તોડવાની પ્રક્રિયા પર સ્ટે લગાવી દીધો. સાથે જ કહ્યુ કે જ્યાં સુધી આગલો આદેશ ન આવે ત્યાં સુધી યથાસ્થિતિ જળવાઈ રહેવી જોઈએ.
PM મોદીના ગામમાં ખોદકામથી નીકળ્યો 2 હજાર વર્ષ જૂનો કિલ્લો