Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં 9110 નવા કેસ, 14016 લોકો થયા રિકવર

|

Coronavirus Update: દેશમાં કોરોના સંક્રમણની ગતિ હવે ધીમે ધીમે ઘટી રહી છે. એટલુ જ નહિ રોજ સક્રિય કેસ ઘટી રહ્યા છે કે જે સારા સમાચાર છે. આરોગ્ય મંત્રાલયના લેેેટેસ્ટ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 9110 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 14016 લોકો કોરોનાથી રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. વળી, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 78 લોકોના કોરોનાથી મોત થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી કુલ 10847304 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 10548521 લોકો કોરોનાથી રિકવર થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસ 143625 છે. દેશમાં કોરોનાના કુલ 1.32 ટકા સક્રિય કેસ બચ્યા છે. દેશમાં કોરોનાથી મરનારના દરની વાત કરીએ તો આ 1.43 ટકા છે.

CM કેજરીવાલની દીકરી સાથે ફ્રૉડ, OLX પર વેચી રહી હતી સોફા

More CORONAVIRUS News