ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી ભારે વિનાશ, જાણો અત્યાર સુધીની અપડેટ

|

Uttarakhand Glacier burst (Chamoli Tragedy) update: ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં રવિવારે નંદાદેવી ગ્લેશિયર તૂટવાથી ધોળી ગંગા નદીમાં વિકરાળ પૂર આવ્યુ. જેમાં મોટાપાયે વિનાશ થયો. ગ્લેશિયર ફાટવાની ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ ભારે નુકશાન થયુ છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોતના સમાચાર છે. ભારત-તિબેટ સીમા પોલિસ(ITBP)ના એક પ્રવકતાએ કહ્યુ કે ઋષિગંગા પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 150થી વધુ મજૂરોના મોતની શંકા છે. તેમણે જણાવ્યુ કે 8 શબ મળ્યા છે. વળી, રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્રના જણાવ્યા મુજબ 170થી વધુ લોકોના ફસાયા હોવાની શંકા છે. વળી, 16 લોકોને એક સુરંગથી પણ બચાવવામાં આવ્યા છે.

ઉત્તરાખંડની સાથે આખો દેશ, બધા પ્રાર્થના કરી રહ્યા છેઃ પીએમ મોદી