Farmers Protest: રાજ્યસભામાં બોલ્યા પીએમ મોદી - MSP હતી, છે અને હંમેશા રહેશે

|

Farmers Protest: ખેડૂતોનુ આંદોલન છેલ્લા 75 દિવસથી ચાલુ છે. ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી નવા કૃષિ કાયદા પાછા નહિ લેવાય ત્યાં સુધી તેમનુ આંદોલન ચાલુ રહેશે. આ દરમિયાન સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપ્યો. સાથે જ ગૃહને ભરોસો અપાવ્યો કે તેમની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે અને જે કાયદો તે લઈને આવ્યા છે તેનાથી ખેડૂતોને લાભ મળશે.

રાજ્યસભામાં બોલતા પીએમ મોદીએ કહ્યુ કે કોઈ કાયદા હંમેશા માટે નથી હોતા, તેમાં સમયે સમયે ફેરફાર થતા રહે છે. નવા કાયદા જે સરકાર લઈને આવી છે, તેના પર જો વિપક્ષ સૂચના આપશે તો અમે કામ કરીશુ. તેમણે કહ્યુ કે એ નક્કી કરવાનુ છે કે આપણે સમસ્યાનો ભાગ બનીશુ કે સમાધાનનો. ખેડૂત આંદોલન વિશે સંસદમાં ભરપૂર ચર્ચા થઈ પરંતુ જે પણ જણાવવામાં આવ્યુ તે આંદોલન વિશે જણાવવામાં આવ્યુ પરંતુ મૂળ વાત પર ચર્ચા ન થઈ. પીએમ મોદીએ રાજ્યસભામાં ભરોસો અપાવ્યો છે કે એમએસપી જેવી પહેલા હતી તેવી જ છે અને ભવિષ્યમાં પણ રહેશે.

દીકરા મીજાન-નવ્યાના અફેર વિશે પહેલી વાર બોલ્યા જાવેદ જાફરી!

More FARMERS PROTEST News