LIVE

Live: ઉત્તરાખંડમાં ગ્લેશિયર ટૂટવાથી તબાહી, 14ના મોત, 153 લોકો હજુ પણ ગાયબ

|

Uttarakhand Glacier broke news in Gujarati: ઉત્તરાખંડના ચમોલીમાં નંદા દેવી નેશનલ પાર્ક અંતર્કત કોર ઝોનમાં આવેલ ગ્લેશિયર ટૂટવાથી તબાહી મચી ગઈ છે. રિપોર્ટ્સ મુજબ રૈની ગામ પાસે ઋષિ ગંગા તપોવન હાઈડ્રો પ્રોજેક્ટનો બાંધ ટૂટી ગયો છે, જેનાથી ઘણું નુકસાન થયું છે. ગ્લેશિયર ટૂટવાથી પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમ પ્રકાશે એએનઆઈને જણાવ્યું કે પૂરમાં 100થી 150 જેટલા લોકો તણાયા હોવાની આશંકા છે. જેમાં ઘણા મજૂરો પણ સામેલ છે. જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એસડીઆરએફ પણ ઘટનાસ્થળે જવા માટે રવાના થઈ ગઈ છે. પ્રશાસને હરિદ્વાર સુધી હાઈઅલર્ટ જાહેર કરી દીધું છે.

Newest First Oldest First
10:59 AM, 8 Feb
સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યુ કે લગભગ 203 લોકો ગાયબ છે. અત્યાર સુધી 11 શબ જપ્ત કર્યા છે. બચાવ કાર્ય ચાલુ છે.
10:58 AM, 8 Feb
એસડીઆરએફ-ઉત્તરાખંડ પોલિસન ટીમે શ્રીનગર ડેમ આસપાસ સર્ચ ઑપરેશન શરૂ કર્યુ.
10:23 AM, 8 Feb
ભૂટાનના પ્રધાનમંત્રીએ દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિની પ્રાર્થના કરી છે. સાથે જ કુદરતી આફત સામે લડનારા લોકો માટે સાહસની કામના કરી છે.
10:22 AM, 8 Feb
ચમોલી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય ઉચ્ચ શિક્ષણ મંત્રી ડૉ.ધનસિંહ રાવત શ્રીનગર પહોંચ્યા. તે કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંક સાથે અસરગ્રસ્ત વિસ્તારનુ નિરીક્ષણ કરવા માટે જશે.
9:45 AM, 8 Feb
આઈટીબીપીના જણાવ્યા મુજબ 80-100 મીટર સુધી કાટમાળને હટાવી દેવામાં આવ્યો છે. સુરંગ 2.5 કિલોમીટર લાંબી છે. હવે બીજી સુરંગમાં નવુ સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.
9:43 AM, 8 Feb
ચમોલીના જોશીમઠમાં બીજા દિવસે પણ બચાવ અભિયાન ચાલુ છે.
6:23 PM, 7 Feb
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું- આ અઘરા સમયમાં અમે આપદાથી પ્રભાવિત લોકો સાથે ઉભા છીએ. ઉત્તરાખંડના લોકોની ભલાઈ માટે પ્રાર્થના.
6:23 PM, 7 Feb
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ ઉત્તરાખંડમાં ગ્લેશિયર ટૂટવાની ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમમે બધાની સુરક્ષા માટે પ્રાર્થના કરી છે.
6:12 PM, 7 Feb
આઈટીબીપીના જવાનોએ તપોવન પાસે ગુફામાં ફસાયેલા વ્યક્તિનો બચાવ્યો.
5:47 PM, 7 Feb
હલ્દિયામાં જનસભાને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું- આખો દેશ ઉત્તરાખંડ સાથે, બધા પ્રાર્થના કરી રહ્યા છે.
5:07 PM, 7 Feb
ભારતીય નૌસેનાની સાત રેસ્ક્યૂ ટીમ ઉત્તરાખંડમા ંફ્લેશ ફ્લડ રિલીફ ઓપરેશન માટે સ્ટેન્ડબાય પર છે.
5:06 PM, 7 Feb
ચમેલીમાં તપોવન બાંધ પાસે ગુફામાં ફસાયેલા લોકોને બચાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
5:05 PM, 7 Feb
પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના હલ્દિયામાં કહ્યું- ઉત્તરાખંડ એક હોનારતનો સામનો કરી રહ્યું છે. હું રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર રાવત જી, કેન્દ્રીય ગૃહમંત્રી અને એનડીઆરએફ અધિકારીઓના સંપર્કમાં છું. બચાવ અભિયાન ચાલી રહ્યું છે.
4:27 PM, 7 Feb
ડીજી, આઈટીબીપી એસએસ દેસવાલે કહ્યું- સાઈટ પર લગભગ 100 મજૂરો હોવાની આશંકા છે. નદીમાંથી 9-10 મૃતદેહ મળી આવ્યા છે.
4:27 PM, 7 Feb
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકોની સલામતી અને સુરક્ષા માટે પ્રાર્થના કરી છે.
4:26 PM, 7 Feb
જોશીમઠ ક્ષેત્રથી આગળ મલારી પાસે એક પુલ પૂરમાં તણાઈ ગયો.
4:25 PM, 7 Feb
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું- તપોવન બાંધમાં ફસાયેલા 16 લોકોને પોલીસે સુરક્ષિત સ્થળે મોકલ્યા.
3:39 PM, 7 Feb
ITBP મુજબ તપોવન ક્ષેત્ર સ્થિત એનટીપીસી સાઈટથી ત્રણ મૃદેહ મળ્યા છે.
3:39 PM, 7 Feb
મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે ચમોલી જિલ્લાના તપોવન ક્ષેત્રમાં સેના અને આઈટીબીપીના જવાનો દ્વારા પૂરની સ્થિતિ વિશે જાણકારી મેળવી.
3:38 PM, 7 Feb
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉત્તરાખંડના સીએમ સાથે વાત કરી અને ચમોલીમાં પૂરની સ્થિતિ વિશે જાણકારી લીધી.
3:37 PM, 7 Feb
ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમ પ્રકાશે એએનઆઈને જણાવ્યું કે ચમોલી જિલ્લામાં પૂરની આશંકાઓમાં 100-150 લોકો અસરગ્રસ્ત થયા હોવાની આશંકા છે.
3:36 PM, 7 Feb
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, - એનડીઆરએફની 3 ટીમ ત્યાં પહોંચી ગઈ છે. અન્ય ટીમ દિલ્હીથી ઉત્તરાખંડ જવા માટે રવાના થવા તૈયાર છે. આઈટીબીપીના જવાન પણ છે. હું ઉત્તરાખંડના લોકોને આશ્વાસન આપું છું કે મોદી સરકાર આ અઘરા સમયમાં તેમની સાથે ઉભી છે. બધાની મદદ કરાશે.
3:36 PM, 7 Feb
કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે કહ્યું- હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા જ ઠીક રહે અને કોઈને પણ ઈજા ના પહોંચે.
3:35 PM, 7 Feb
સેનાના અધિકારીઓ મુજબ સેનાના લગભગ 600 જવાન પૂર પ્રભાવિત ક્ષેત્ર તરફ મોકલ્યા છે.
3:29 PM, 7 Feb
ઉત્તરાખંડના સીએમ ત્રિવેંદ્ર સિંહ રાવતે કહ્યું- મેં કેન્દ્રીય ગૃહ સચિવ સાથે વાત કરી છે અને હું જલદી જ ગૃહમંત્રી સાથે વાત કરીશ. તેમને શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.
3:28 PM, 7 Feb
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે- આ એક પ્રાકૃતિક આપદા છે. ગૃહમંત્રીએ આશ્વાસન આપ્યું કે ઉત્તરાખંડ સરકારની હરેક મદદ કરાશે.
3:28 PM, 7 Feb
આઈટીબીપીના જવાનોએ તપોવન અને રેનીના વિસ્તારમાં નુકસાનનું આંકલન કર્યું.
2:32 PM, 7 Feb
એનડીઆરએફની કેટલીક અન્ય ટીમો દિલ્હીથી ઉત્તરાખંડ મોકલવામાં આવી રહી છેઃ અમિત શાહ
2:32 PM, 7 Feb
રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રાધિકરણના અપર મુખ્ય કાર્યકારી અધિકારી રિદ્ધમ અગ્રવાલે એક નિવેદનમાં જણાવ્યું કે સવારે પહાડ પર ભૂઃસ્ખલન થવાથી આ હાઈડ્રો પ્રોજેક્ટના દરવાજા ક્ષતિગ્રસ્ત થયા છે. પૂરના કારણે પેદા થતા ખતરાને જોતાં તપોવનથી લઈ હરિદ્વાર સુધીના તમામ જિલ્લામાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે જ ગંગા અને તેની સહાયક નદિઓને કાંઠે રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ગંગા કાંઠે તમામ કેંપો ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
2:30 PM, 7 Feb
મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે ટ્વીટ કરતા લખ્યું કે, ચમોલી જિલ્લાથી એક આપદાના સમાચાર મળ્યા છે. આ આફતથી નિપટવા માટે જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને આદેશ આપી દેવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ના આપો. સરકાર જરૂરી પગલાં ઉઠાવી રહી છે.
READ MORE

More UTTARAKHAND News