Uttarakhand Glacier Collapse: ઉત્તરાખંડ હોનારતને લઈ સીએમ રાવતે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

|

Uttarakhand Glacier Collapse: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટતાં ત્યાંની સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે. ત્યાંના તપોવન વિસ્તારમાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ઘણું નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત ચમોલી પોલીસે અલકનંદા નદી કાંઠે રહેતા લોકોને વિસ્તાર ખાલી કરી સુરક્ષિત સ્થળે જતા રહેવાની સલાહ આપી છે. સ્થાનિક પ્રશાસને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી જરૂરી પગલાં ઉઠાવવામાં શરૂ કરી દીધાં છે.

રાજ્યના સીએમ ત્રિવેંદ્ર સિંહ રાવતે કોઈપણ ઈમરજન્સી સ્થિતિ માટે હેલ્પલાઈન નંબર 1070, 9557444486 પર કોલ કરવા કહ્યું છે. ઉત્તરાખંડના સીએમ ત્રિવેંદ્ર સિંહ રાવતે ટ્વીટ કરી કહ્યું કે, જો તમે પ્રભાવિત ક્ષેત્રમાં ફસાયેલા છો અને તમારે કોઈ સહાયતાની જરૂરત છે, તો હેલ્પલાઈન નંબર 1070 અથવા 9557444486 પર સંપર્ક કરો.

જ્યારે થોડી વાર પહેલા જ સીએમ રાવતે હાલાત સુધરવાને લઈ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે નંદપ્રયાગથી આગળ અલકનંદા નદીનો વહાવ હવે સામાન્ય થઈ ગયો તે રાહતના સમાચાર છે. નદીનું જળસ્તર સામાન્યથી હવે 1 મીટર ઉપર ચે પરંતુ વહાવ ઓછો થતો જઈ રહ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ, આપદા સચિવ, પોલીસ અધિકારી અને મારી આખી ટીમ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં સ્થિતિ પર નજર રાખી રહી છે.

અગાઉ તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, "ચમોલીના રિણી ગામમાં ઋષિગંગા પ્રોજેક્ટને ભારે વરસાદ અને અચાનક પાણી આવવાથી ક્ષતિ થઈ હોવાની સંભાવના છે. નદીમાં અચાનક પાણી આવવાથી અલકનંદાના નિચલા ક્ષેત્રોમાં પણ પૂરની સંભાવના છે. નદીમાં અચાનક પાણી આવવાથી અલકનંદાના નિચલા ક્ષેત્રોમાં પણ પૂરની સંભાવના છે. તટીય ક્ષેત્રોમાં લોકોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. નદી કાંઠે વસતા લોકોને ક્ષેત્રથી હટાવવામાં આવી રહ્યા છે."

Uttarakhand Glacier broke: ગૃહમંત્રી અમિત શાહે શક્ય તમામ મદદનો ભરોસો આપ્યો

ત્રિવેંદ્ર સિંહ રાવતે આ ઘટનાને લઈ કોઈપણ પ્રકારની અફવા ના ફેલાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, "સાવચેતીના પગલે ભાગીરથી નદીના ફ્લોને રોકી દેવામાં આવ્યો છે. અલકનંદાના પાણીનો વહાવ રોકી શકાય તે માટે શ્રીનગર ડૈમ તથા ઋષિકેષ ડેમને ખાલી કરી દેવામાં આવ્યા છે. SDRF અલર્ટ પર છે. અફવા ના ફેલાવો તેવી મારી વિનંતી છે. સરકારી પ્રામાણિક સૂચનાઓ પર જ ધ્યાન આપો. હું સ્વયં ઘટના સ્થળે જવા માટે રવાના થઈ રહ્યો છું."

More UTTARAKHAND News