ખેડૂત આંદોલનના સપોર્ટમાં ફરીથી સામે આવી US ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભત્રીજી મીના, કહ્યુ - ચૂપ નહિ રહુ...

|

Kamala Harris Niece Meena On Farmers Protest: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભત્રીજી અને વકીલ મીના હેરિસ સતત ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનનુ સમર્થન કરી રહી છે. મીના હેરિસે પોતાના લેટેસ્ટ ટ્વિટમાં વિરોધ પ્રદર્શનનો ફોટો શેર કરીને ખેડૂત આંદોલન પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યુ છે. મીના હેરિસે ગુરુવારે રૉયટર્સના પત્રકાર દાનિશ સિદ્દીકીનો એક ફોટો શરે કરીને ટ્વિટ કર્યુ, 'હું ભારતીય ખેડૂતોના માનવાધિકારના સમર્થનમાં ઉભી છુ અને જુઓ મને કેવી પ્રતિક્રિયા મળી છે.' મીના હેરિસે પોતાના એક અન્ય ટ્વિટમાં લખ્યુ છે, 'હું ભયભીત નહિ થઉ અને ચૂપ પણ નહિ રહુ.'

36 વર્ષીય મીના હેરિસ વ્યવસાયે વકીલ છે અને એક લેખક પણ છે. મીના હેરિસ ભારતના ખેડૂત આંદોલન પર ગ્લોબલ રિપોર્ટ આવ્યા બાદ સતત ટ્વિટ કરી રહી છે. તે પોતાના ટ્વિટ દ્વારા ખેડૂત આંદોલનનુ સમર્થન કરી રહી છે. ખેડૂત આંદોલનના સમર્થન કરવા માટે મીના હેરિસ અને રિહાના જેવા તમામ હસ્તીઓેનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધના અમુક ફોટો મીના હેરિસે ટ્વિટર પર શેર કર્યા છે. ગુરુવારે તેણે ટ્વિટ કરીને લખ્યુ છે, 'વાસ્તવમાં સમાચાર એ છે કે બહાદૂર ભારતીય પુરુષ એ મહિલાઓના ફોટા સળગાવે છે જે ખેડૂતોનુ સમર્થન કરે છે અને વિચારે છે કે આ સામાન્ય છે.'

I won’t be intimidated, and I won’t be silenced.

— Meena Harris (@meenaharris) February 4, 2021

મીના દ્વારા શેર કરવામાં આવેલ ફોટામાં એક વ્યક્તિ તેના પોસ્ટરને સળગાવતો દેખાઈ રહ્યો છે. મીનાએ ટ્વિટમાં કહ્યુ, 'એક કટ્ટરપંથી ભીડ દ્વારા મારા ફોટાને સળગાવવામાં આવ્યો.. એ જોવાનુ વિચિત્ર છે. પરંતુ કલ્પના કરો કે જો આપણે ભારતમાં રહેતા તો તે શું કરતા? - એક્ટિવિસ્ટ નવદીપ કૌરને પોલિસ કસ્ટડીમાં ધરપકડ કરી લેવામાં આવી, હેરાન કરવામાં આવ્યા અને યૌન શોષણ કરવામાં આવ્યુ. તેને 20 દિવસ માટે જામીન વિના કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.'

Weird to see a photo of yourself burned by an extremist mob but imagine what they would do if we lived in India. I'll tell you—23 yo labor rights activist Nodeep Kaur was arrested, tortured & sexually assaulted in police custody. She's been detained without bail for over 20 days. pic.twitter.com/Ypt2h1hWJz

— Meena Harris (@meenaharris) February 5, 2021

ખેડૂત આંદોલનના સમર્થનમાં પોતાના સૌથી પહેલા ટ્વિટમાં મીના હેરિસે લખ્યુ હતુ, 'આ કોઈ સંયોગ નથી કે દુનિયાના સૌથી જૂના લોકતંત્ર પર એક મહિના પહેલા હુમલો કરવામાં આવ્યો અને હવે સૌથી મોટા લોકતંત્ર પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ કેસ સંબંધિત છે. આપણે સૌએ ભારતમાં ઈન્ટરનેટ શટડાઉન અને ખેડૂત પ્રદર્શનકારીઓના વિરોધમાં પેરામિલિટ્રી હિંસાના વિરોધમાં અવાજ ઉઠાવવો જોઈએ.' મીના હેરિસ પહેલા ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનના સમર્થનમાં પૉપ સિંગર રિહાના અને પર્યાવરણવિદ ગ્રેટા થનબર્ગ ટ્વિટ કરી ચૂકી છે. રિહાના ખેડૂત આંદોલન પર કહ્યુ હતુ, 'અમે લોકો આ વિશે કેમ વાત નથી કરી રહ્યા?' #FarmersProtest'. વળી, એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે લખ્યુ હતુ - અમે ભારતમાં ખેડૂત આંદોલન સાથે એકજૂટતામાં ઉભા છે.

આજે ખેડૂતોનુ ચક્કાજામ, દિલ્લી એલર્ટ પર, કડક સુરક્ષા વ્યવસ્થા

More FARMERS PROTEST News