નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દેશભરમાં સતત આંદોલન કરી રહ્યા છે. આ કડીમાં ખેડૂતોએ આજે(6 ફેબ્રુઆરી)એ ત્રણ કલાક, બપોરે 12થી ત્રણ વાગ્યા સુધી ચક્કાજામ કરી રહ્યા છે. નેશનલ અને સ્ટેટ હાઈવે પર ખેડૂતોએ આજે જામ લગાવીને પ્રદર્શન કરી રહ્યા છે. દેશભરમાં ખેડૂતોના આ ચક્કાજામની અસર દેખાઈ રહી છે. દિલ્લીમાં ચક્કાજામના કારણે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્લી એનસીઆરમાં લગભગ 50 હજાર સુરક્ષા બળો તૈનાત કરવામાં આવ્યા છે.
હરિયાણામાં પલવલ અને બીજા શહેરોમાં ખેડૂતોએ જામ લગાવ્યો છે. વળી, શાહજહાંપુર(રાજસ્થાન-હરિયાણા) બૉર્ડર પાસે રાષ્ટ્રીય રાજમાર્ગ પર પણ ચક્કાજામ છે. પંજાબમાં અમૃતસર-દિલ્લી નેશનલ હાઈવે સહિત મોટાભાગની જગ્યાઓએ ખેડૂતોનુ ચક્કાજામ છે. જમ્મુ કાશ્મીરમાં ખેડૂત સંગઠનોના ચક્કાજામના આહ્વાન પર ખેડૂતોએ જમ્મુ પઠાણકોટ હાઈવે જામ કર્યો છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ચક્કાજામનુ વધુ અસર છે. રાજદાની દિલ્લી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આની અસર ઓછી છે. આનુ કારણ એ પણ છે કે ભારતીય ખેડૂત યુનિયને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચક્કાજામ ન કરવાનો નિર્ણય કર્યો છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે જૂનમાં ત્રણ નવા કૃષિ કાયદા લઈને આવી હતી જેમાં સરકારી મંડીઓની બહાર ખરીદી, અનુબંધ ખેતીને મંજૂરી આપવા અને ઘણા અનાજો અને દાળોની ભંડાર સીમા ખતમ કરવા જેવી જોગવાઈ કરવામાં આવી છે. આ વિશે ખેડૂતો જૂન મહિનાથી સતત આંદોલનરત છે અને આ કાયદાને પાછો લેવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનુ આંદોલન જૂન, 2020થી નવેમ્બર સુધી મુખ્ય રીતે હરિયાણા અને પંજાબમાં ચાલી રહ્યુ હતુ. સરકાર તરફથી પ્રદર્શન પર ધ્યાન ન દેવાની વાત કહીને 26 નવેમ્બરે ખેડૂતોએ દિલ્લી માટે કૂચ કરી દીધુ. ત્યારબાદ 26 નવેમ્બર, 2020થી દેશભરમાં ખેડૂતો દિલ્લી અને હરિયાણાને જોડતી સિંધુ બૉર્ડર, ટિકરી બૉર્ડર, ગાઝીપુર બૉર્ડર અને દિલ્લીની બીજી બૉર્ડર પર ધરણા આપી રહ્યા છે.
ગુજરાત હાઈકોર્ટના 61 વર્ષ પૂરા, પીએમ મોદીએ કર્યુ સંબોધન