રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમ્યાન બોલતાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શુક્રવારે કહ્યું કે તેમની સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે. તોમરે ખેડૂત આંદોલનને લઈને કહ્યું કે કિસાન સંગઠનો સાથે 12 વખત વાતચીત કરી અને તેમને પૂછ્યું કે તેઓ શું બદલાવ ઈચ્છે છે. અમે સંશોધન માટે તૈયાર છીએ. હું અહી એ પણ સ્પષ્ટ કરી દઉં કે અમારી સરકાર કાયદામાં બદલાવ માટે તૈયાર છે, તો એનો મતલબ એમ નહિ કે કૃષિ કાયદામાં કંઈક કમી છે. સચ્ચાઈ એ છે કે કાયદાને લઈ એક રાજ્યના લોકોને ખોટી જાણકારી છે.
કૃષિ કાયદાને લઈ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે પ્રતિપક્ષનો ધન્યવાદ કરવા ઈચ્છું છું કે તેમણે ખેડૂત આંદોલન પર ચિંતા વ્યક્ત કરી અને આંદોલન માટે સરકારને કોસવામાં પણ કંજૂસી નથી કરી. તોમરે કહ્યું કે કૃષિ કાયદાને કાળો કાયદો કહેવાઈ રહ્યો છે. હું કિસાન યૂનિયનોમાંથી બે મહિના સુધી પૂછી રહ્યો છું કે આ કાયદામાં કાળું શું છે.
ઉચ્ચ સદનમાં બોલતાં નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે વિપક્ષ તરફથી કેટલીયવાર આ વાત સામે આવે છે કે તમે કહે છો કે બધું મોદીની સરકારે કર્યું પાછલી સરકારોએ કંઈ જ નથી કર્યું. આ મામલે હું કહેવા માંગીશ કે આ પ્રકારના આરોપ લગાવવા યોગ્ય નથી. સેંટ્રલ હોલમાં પોતાના પહેલા ભાષણમાં અને 15 ઓગસ્ટે પણ તેમણે કહ્યું હતું કે મારી પહેલાં જેટલી પણ સરકાર હતી તે બધાનું યોગદાન દેશના વિકાસમાં પોતપોતાના સમયે રહ્યું. હું ફરીથી કહેવા માંગું છું કે મોદી સરકાર ગામ, ગરીબ અને ખેડૂતો માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આવતી કાલે પણ રહેશે.
કૃષિ મંત્રીએ કહ્યું કે કેટલાક લોકો મનરેગાને ખાડા વાળી યોજના કહેતા હતા. જ્યાં સુધી તમારી સરકાર હતી ત્યાં સુધી તેમાં ખાડા ખોદવાનું કામ જ થતું હતું. પરંતુ મને કહેતાં પ્રસન્નતા અને ગર્વ છે કે આ યોજનાની શરૂઆત તમે કરી પરંતુ તેને પરિમાર્જિત અમે કરી.
GATE 2021 Exam: પરીક્ષા આપતા પહેલા જરૂર વાંચો આ ગાઈડલાઈન્સ