રિહાના, ગ્રેટા થનબર્ગે કર્યુ છે આંદોલનનુ સમર્થન
રિહાના, ગ્રેટા થનબર્ગ અને મીના હેરિસ(અમેરિકી ઉપરાષ્ટ્રપતિની ભત્રીજી)એ ભારતમાં કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કર્યુ હતુ. ત્યારબાદ ભારતમાં સોશિયલ મીડિયા પર આ વિશે ઘણો હોબાળો થયો હતો. ભારતના વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય હસ્તીઓના ટ્વિટને ભારત સામે દુષ્પ્રચાર કહ્યુ હતુ. ત્યારબાદ સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સહિત દેશની જાણીતી હસ્તીઓએ આ વિદેશી હસ્તક્ષેપ ગણાવીને ભારત સરકાર સાથે એકતા બતાવી હતી. ખેડૂતોના પ્રદર્શન પર પ્રતિક્રિયા આપીને અમેરિકા વિદેશ વિભાગે કહ્યુ કે અમે શાંતિપૂર્ણ પ્રદર્શનોને લોકતંત્રની કસોટી માને છે. સાથે જ એ પણ કહ્યુ કે બંને પક્ષોએ કોઈ પણ અસંમતિને વાતચીતથી ઉકેલ મેળવવો જોઈએ.
શાંતિપૂર્ણ પ્રદર્શન લોકતંત્રની કસોટી
વિદેશ વિભાગના પ્રવકતાએ કહ્યુ, 'અમે માનીએ છીએ કે શાંતિપૂર્ણ પ્રદર્શન કોઈ પણ સમૃદ્ધ લોકતંત્રની કસોટી છે. અહીં એ યાદ રાખવાની જરૂર છે કે ભારતીય સુપ્રીમ કોર્ટે પણ એ જ કહ્યુ છે. ' અમે બંને પક્ષો વચ્ચે કોઈ પણ અસંમતિને વાતચીતથી ઉકેલવાનુ સમર્થન કરીએ છીએ. સામાન્ય રીતે અમેરિકા આ પગલાં (કૃષિ કાયદા)નુ સ્વાગત કરે છે કે જે ભારતીય બજારની દક્ષતાને સુધારવા અને ખાનગી રોકાણને આકર્ષિત કરવા માટે ઉઠાવ્યા છે.
દિલ્લી બૉર્ડર પર એકઠા થઈ રહયા છે ખેડૂત
ગયા વર્ષે કેન્દ્રની મોદી સરકારે સંસદને ત્રણ કૃષિ કાયદાને પાસ કર્યા હતા. આ કાયદાના વિરોધમાં ગયા વર્ષે 26 નવેમ્બરથી જ દિલ્લીની સીમા પર ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે આ કૃષિ કાયદાને પાછા લેવામાં આવે અને સાથે જ એમએસપી પર કાયદો બનાવવામાં આવે. અત્યાર સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે 11 દોરની વાતચીત થઈ ચૂકી છે. 22 જાન્યુઆરીએ 11માં દોરની વાતચીતમાં સરકારે એકથી દોઢ વર્ષ સુધી કાયદાને સ્થગિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને ખેડૂત સંગઠનોએ સ્વીકાર્યા નહોતા.