|
રિહાના સહિત બધી સેલિબ્રિટીઝને આપ્યો જવાબ
વિરાટ કોહલીએ ટ્વિટ કરીને લખ્યુ, 'અસંમતિના આ સમયમાં આપણે સૌ એકજૂટ રહીએ. ખેડૂત દેશનો અભિન્ન ભાગ છે અને મને પૂરો વિશ્વાસ છે કે બધા પક્ષો વચ્ચે એક સૌહાર્દપૂર્ણ સમાધાન નીકળી જશે. જેથી શાંતિ રહે અને બધા મળીને આગળ વધે.' વિરાટ કોહલી ઉપરાંત ઘણા ક્રિકેટરોએ પૉપ સ્ટાર રિહાના(Rihanna) સહિત એ બધા સેલિબ્રિટીઝને જવાબ આપ્યો જે ભારતના આંતરિક મામલામાં દખલ દેવાની કોશિશ કરી રહ્યા છે.
|
સચિન તેંડુલકર
પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે બુધવારની સાંજે ટ્વિટ કરીને કહ્યુ કે, 'ભારતની સંપ્રભુતા સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી નહિ થાય. વિદેશી તાકાતોએ આનાથી દૂર રહેવુ જોઈએ. ભારતીય ભારતને જાણે છે અને ભારત માટે નિર્ણય પણ કરશે. આવો એક રાષ્ટ્ર તરીકે એકજૂટ રહીએ.
|
સુરેશ રૈના
પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યુ કે, 'વિદેશી હસ્તીઓએ ખેડૂત આંદોલન પર કોઈ પ્રકારની કમેન્ટ ન કરવી જોઈએ. અમે એક દેશ તરીકે પોતાના કોઈ પણ મુદ્દાને ઉકેલવા માટે સક્ષમ છીએ. પરંતુ એનો અર્થ એવો નથી કે અમે વિભાજિત થઈ જઈએ કે બહારની તાકાતોથી પરેશાન થઈ જઈએ. બધુ સૌહાર્દપૂર્ણ અને નિષ્પક્ષ વાતચીત દ્વારા ઉકેલી શકાય છે.'
|
સાઈના નહેવાલ
સાઈના નહેવાલે પણ ખેડૂત આંદોલન પર ટ્વિટ કર્યુ અને ખેડૂતોને દેશનો અભિન્ન ભાગ ગણાવ્યા. સાઈનાએ લખ્યુ, 'ખેડૂતો આપણા દેશનુ એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો છે. તેમના મુદ્દાઓને ઉકેલવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. મતભેદ પેદા કરનાર કોઈ પણ વ્યક્તિ પર ધ્યાન આપવાના બદલે એક સૌહાર્દપૂરણ સંકલ્પનુ સમર્થન કરો.'