મોબાઈલ ટૉયલેટ પણ નથી પહોંચાડી શકતા ખેડૂતો
જો સિંધુ બોર્ડરની વાત કરીએ તો દિલ્હી-ચંદીગઢ નેશનલ હાઈવે પર દિલ્હી પોલીસે 1.5 કિમીના વિસ્તારમાં પાંચ લેયરની બેરિકેડિંગ કરી દીધી છે. જેનું પરિણામ એ થયું કે આંદોલનકારી ખેડૂતોને બેરિકેડંગને પેલે પાર બે ડઝન મોબાઈલ ટૉયલેટ વેન અને દિલ્હી જળ બોર્ડના વોટર ટેંક સુધી પહોંચવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. જેને કારણે સ્વસ્છતાની સમસ્યા પણ ઉભી થઈ રહી છે. બીજી તરફ કેટલાંક ટૉયલેટ બચ્યાં છે, જેનો ઉપયોગ કરવા માટે ભારે ઈંતેજાર કરવો પડી રહ્યો છે. મહિલાઓ તો વધુ પરેશાન થઈ રહી છે. કેટલાકને તો બાજુના ખેતરોમાં જવું પડી રહ્યું છે. પંજાબના ગુરદાસપુરથી આવેલા એક પ્રદર્શનકારી હરભજન સિંહ કહે છે કે, હવે આવા પ્રકારના બહુ ઓછાં ટૉયલેટ રહી ગયાં છે. એક ટૉયલેટ પાસે છે અને જ્યાં સેંકડો ટોયલેટ છે ત્યાં અમે પહોંચી નથી શકતા. માટે પંપ પર લાંબી લાઈનો લાગી છે.
જરૂરત પડી તો અમે ટ્યબવેલ બોર બનાવશુંઃ ખેડૂતો
ભારતીય કિસાન યૂનિયનના કૈથલથી આવેલા એક કાર્યકર્તા મંજીત ઢિલ્લને કહ્યું કે ખેડૂતો દિલ્હી તરફ ના જઈ શકે તે માટે કિલ્લાબંધી કરી છે. પરંતુ આનાથી દિલ્હી તરફથી આવતી હરેક પ્રકારની મદદ પણ પ્રભાવિત થઈ છે. તેમણે કહ્યું કે, શરૂઆતમાં રોડને પેલે પાર કેટલાય વોટર ટેંક આવતાં હતાં પરંતુ હવે અમે માત્ર હરિયાણા તરફથી આવતાં વોટર ટેંકર્સના ભરોસે છીએ. કેટલાય લોકો તો પાણીની સીલબંધ બોટલો ખરીદી રહ્યા છે. કેટલાક લોકો ખાલસા તરફથી લગાવવામાં આવેલ આરઓ વોટર પ્લાન્ટના ભરોસે છે, જે ટેંટમાં 20 લિટરની બોટલો ભરવા માટે લગાવવામાં આવ્યા છે. આ સમસ્યાથી ખેડૂતો નિરાશ છે છતાં પણ અડગ છે. પટિયાલાથી આવેલા એક ખેડૂત કુલજીત સિહે તો ત્યાં સુધી કહ્યું કે, અમે ખેડૂતો છીએ. જો જરૂરત પડી તો અમે ટ્યૂબવેલ બોર બનાવશું. સરકારે એવું ના વિચારવું જોઈએ કે તે અમને ડરાવી દેશે. અમે અમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કર્યા વિના ગામડે નહિ જઈએ.
કચરો પણ જમા થતો જઈ રહ્યો છે
પાણી અને ટૉયલેટ ઉપરાંત ખેડૂતો સામે બેરિકેડિંગને પગલે વધુ એક સમસ્યા પેદા થઈ રહી છે. પ્રદર્શનવાલી જગ્યાની આસપાસ કચરાનો ઢગલો જમા થતો જઈ રહ્યો છે. ટિકરી બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ મંગળવારે કહ્યું કે સોમવારથી સફાઈ કર્મચારી નથી આવ્યા. પંજાબના ભટિંડાથી આવેલા 52 વર્ષના ખેડૂત રંજીત સિંહ મુજબ ગણતંત્ર દિવસે થયેલા વિરોધ પહેલાં સફાઈ કર્મચારી આવતા હતા અને સફાઈ કરી જતા હતા. પરંતુ હવે નથી આવી રહ્યા. અમે માત્ર કચરો ભેગો કરી તેને રસ્તાને કાંઠે રાખી દઈએ છીએ. અમને ડર લાગી રહ્યો છે કે જો કંઈ ઉકેલ ના લેવાયો તો બીમારી ફેલાઈ શકે છે. જણાવી દઈએ કે સિંધુ અને ટિકરી બોર્ડર પર પ્રદર્શનકારી હરિયાણા તરફ ધરણા પર બેઠા છે અને ગાજીપુર બોર્ડર પર આ ધરણા સ્થળ ઉત્તર પ્રદેશમાં છે.
Farmers Protest: વિરાટ કોહલી બોલ્યા - ખેડૂત દેશનો અભિન્ન હિસ્સો, વિશ્વાસ છે સમાધાન નીકળી જશે