ભાજપી ધારાસભ્યનું વિવાદિત નિવેદન- લોકો કહે છે રાકેશ ટિકૈત 2000 માટે ગમે ત્યાં જશે

|

ખેડૂત આંદોલન અને ભારતીય કિસાન યૂનિયનના પ્રમુખ ખેડૂત નેતા રાકેશ ટિકૈત વિરુદ્ધ ભાજપી ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે વિવાદિત નિવેદન આપ્યું છે. ભાજપી ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે કહ્યું કે, હું ખુદ એક ખેડૂત છું. રાકેશ ટિકૈત મારાથી વડા ખેડૂત નથી. મારી પાસે ખેતી માટે જેટલી જમીન છે તેનાથી અડધી પણ રાકેશ ટિકૈત પાસે નહિ હોય. રાકેશ ટિકૈતે માફી માંગવી જોઈએ. તમે દેશના ખેડૂતોના ભાગલા ના પાડી શકો. ઈતિહાસમાં તેમને યાદ રાખવામાં આવશે. ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે દાવો કર્યો કે કિસાન આંદોલન એક રાજનૈતિક એજન્ડા છે. તેમણે એવું પણ કહ્યું કે, પાર્ટીને આ વિશે પૂરી જણકારી છે. આ ખેડૂત આંદોલન નથી.

ભાજપી ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે કહ્યું કે હું ટિકૈતના પરિવારનું સમ્માન કરું છું. પરંતુ લોકો રાકેશ ટિકૈત વિશે કહેતા હતા કે તેઓ 2000 માટે ગમે ત્યાં જશે. આ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે આવું ના કરવું જોઈએ. તમે આંદોલનને ક્યાં લઈ જઈ રહ્યા છો? કાલે તમે કહેશો કે આતંકવાદી તમારી પાસે આવ્યા છે? તેમણે કહ્યું કે હિંસાને પ્રોત્સાહન આપવું સારી બાબત નથી.

તેમણે કહ્યું કે રાકેશ ટિકૈતે માફી માંગવી જોઈએ, તે દેશના ખેડૂતોના ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. આ લોકો જે કરી રહ્યા છે તેના માટે ઈતિહાસ તેમને દેશને કલંકિત કરવા માટે યાદ કરશે.

ખેડૂત આંદોલન: ગ્રેટા થનબર્ગે શેર કર્યા સિક્રેટ ડોક્યુમેન્ટ, કંગના રનોત બોલી - બધા પપ્પુ એક જ ટીમમાં છે

એનડીટીવીમાં છપાયેલ રિપોર્ટ મુજબ ભાજપી ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે કહ્યું કે, કોણ કહે છે કે આ ખેડૂતોનો વિરોધ છે. તમે લોકો ત્યાં જઈને જુઓ.. એક રાજનૈતિક દળના ચાર લોકો ત્યાં બેઠા છે. શું આ ખેડૂતોનો વિરોધ છે? આજે માત્ર રાજનૈતિક કાર્યકર્તા ત્યાં બેઠા છે... તેઓ ખેડૂત હોય શકે તેઓ મજૂર પણ હોય શકે.

જણાવી દઈએ કે આવું પહેલીવાર નથી જ્યારે ગાઝિયાબાદના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે રાકેશ ટિકૈતને લઈ વિવાદિત નિવેદન આપ્યું હોય. અગાઉ પણ કેટલીય વાર તેમમે રાકેશ ટિકૈત માટે અપશબ્દો કહ્યા છે.

More FARMERS PROTEST News