ખેડૂત આંદોલન : પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષના નેતાઓ ખેડૂતોને મળવા રવાના

By BBC News ગુજરાતી
|

કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી યુપીના રામપુર જઈ રહ્યાં છે. પ્રિયંકા ગાંધીનો કાફલો સવારે રામપુર જવા માટે રવાના થઈ ગયો છે.

અહેવાલો અનુસાર, પ્રિયંકા ગાંધી ટ્રૅક્ટર પરેડ દરમિયાન માર્યા ગયેલા પ્રદર્શનકારી નવરીતના ઘરે જશે.

આ સિવાય વિપક્ષના નેતાઓનો એક કાફલો ગાઝીપુર બૉર્ડર પર ખેડૂતોની મુલાકાતે નીકળ્યું છે.

https://twitter.com/ANI/status/1357159386456625155

ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ એએનઆઈને કહ્યું, "અમને જાણકારી મળી હતી કે નવરીતનું ટ્રૅક્ટર રેલી દરમિયાન મોત થયું હતું. પ્રિયંકા ગાંધી રામપુરમાં આજે તેમના ઘરે પહોંચીને પરિવારજનો સાથે મુલાકાત કરશે."

નવરીત ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના બિલાસપુરના ડિબડિબા ગામના રહેવાસી હતા.

દિલ્હીના આઈટીઓ વિસ્તારમાં તેમનું મૃત્યુ થયું હતું. પ્રદર્શનકારીઓએ તેમનું મૃત્યુ ગોળી વાગવાને કારણે થયું હોવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે પોલીસનું કહેવું હતું કે ટ્રૅક્ટર પલટી જવાથી તેમનું મૃત્યુ થયું હતું. તેને સંબંધિત સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યાં છે.

નવરીત હાલમાં ઑસ્ટ્રેલિયાથી આવ્યા હતા અને ખેડૂત આંદોલનમાં સામેલ થયા હતા.


ખેડૂત આંદોલન પર અમેરિકાનું નિવેદન

અમેરિકન વિદેશમંત્રાલયના એક પ્રવક્તાએ ભારતમાં ચાલતાં ખેડૂત આંદોલન અને કૃષિકાયદા પર નિવેદન આપ્યું છે.

પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું કે 'શાંતિપૂર્ણ પ્રદર્શન લોકંતત્રની કસોટી' છે.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ ભારતમાં ચાલતાં આંદોલન પર ટ્વીટ કર્યાં હતાં અને ત્યારબાદ ભારતીય વિદેશમંત્રાલયના નિવેદન બાદ અમેરિકાનું આ નિવેદન આવ્યું છે.

અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું, "સામાન્ય રીતે અમેરિકા ભારતીય બજારની દક્ષતાને સુધારવા અને ખાનગી ક્ષેત્રના રોકાણને આકર્ષિત કરવા માટે ઉઠાવેલાં પગલાંનું સ્વાગત કરે છે."

જોકે ખેડૂત પ્રદર્શન સાથે સંકળાયેલા સવાલ પર પ્રવક્તાએ કહ્યું કે કોઈ પણ સમસ્યા બંને પક્ષોએ વાતચીતથી ઉકેલવી જોઈએ.

પ્રવક્તાએ કહ્યું કે "અમે માનીએ છીએ કે શાંતિપૂર્ણ પ્રદર્શનથી કોઈ પણ સંપન્ન લોકતંત્રની કસોટી થાય છે અને એ યાદ રાખવાની જરૂર છે કે ભારતીય સુપ્રીમ કોર્ટે પણ એમ જ કહ્યું છે."



https://www.youtube.com/watch?v=VmwHkYA3EjQ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો