World Cancer Day 2021: Myths And Facts: દુનિયાભરમાં 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને કેન્સરથી બચાવ અને તેના પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ છે - હું છુ અને હું રહીશ(I am and I will) આ થીમ 2019થી 2021 સુધી એટલે કે ત્રણ વર્ષ માટે રાખવામાં આવી હતી. વિશ્વ કેન્સર દિવસ સૌથી પહેલા વર્ષ 1993માં જિનેવા સ્વિત્ઝરલેન્ડમાં યુનિયન ફૉર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા મનાવવામાં આવ્યો હતો. કેન્સર વિશે સામાન્ય લોકોમાં ઘણી બધી અફવાઓ અને મિથ ફેલાયેલા છે. કેન્સરનો ઈલાજ, એ કેવી રીતે થાય છે, શું કેન્સર એક ચેપી રોગ છે, કેન્સરના દર્દી સાથે ભોજન શેર કરવાથી ફેલાય છે, દર્દીના રિકવર થયા બાદ શું ફરીથી કેન્સર થઈ જાય છે?... આવા ઘણા મિથ છે, જેના પર લોકો અલગ અલગ વિચારો ધરાવતા હોય છે. તો આવો, વિશ્વ કેન્સર દિવસ 2021 પર અમે તમને કેન્સર સાથે જોડાયેલી કેટલીક અફવાઓ વિશે જણાવીએ.
1. શું કેન્સર ચેપી રોગ છે?
ફેક્ટ - કોઈ પણ કેન્સર એક ચેપી રોગ નથી. જો પરિવારના કોઈ સભ્યને કેન્સર થયુ હોય તો તેને સ્પર્શવાથી, રૂમ, ટૉયલેટ, ભોજન અને વાસણો જેવી સામાન્ય વસ્તુઓને શેર કરવાથી તમને કેન્સર નહિ થાય. કેન્સર રોગી સાથે જમવાથી, સૂવાથી કે પીવાથી આ બિમારી ફેલાતી નથી. જો કે અમુક કેન્સર વાયરસના કારણે ફેલાય છે. ઉદાહરણ તરીકે હ્યુમન પેપિલોમા વાયરસ(એચપીવી) એક યૌન સંચારિત વાયરસ છે જેનાથી સર્વાઈકલ અને એનલ કેન્સરનુ જોખમ વધે છે. હિપેટાઈટીસ બી અને હિપેટાઈટીસ સી વાયરસ પણ સંક્રમક છે અને તે યકૃતના કેન્સરની સંભાવના વધારે છે.
2. કેન્સર એક પારિવારિક બિમારી છે?
ફેક્ટ - માત્ર 5થી 10 ટકા કેન્સર એક પેઢીમાંથી બીજી પેઢી સુધી પહોંચે છે. માટે જો તમને લાગે કે તમારા પરિવારમાં કોઈને કેન્સર છે તો ભવિષ્યમાં પણ કેન્સર થશે એવુ બિલકુલ નથી. મોટાભાગના કેન્સર એક ઉંમરે અમુક પરિવર્તનના કારણે થાય છે. જે આનુવંશિક પરિવર્તન હોય છે માટે વૃદ્ધ લોકોને ઘણી વાર કેન્સર થઈ જાય છે.
3. કેન્સર દર્દનાક બિમારી છે?
ફેક્ટ - કેન્સર પોતાના શરૂઆતના સ્ટેજમાં બિલકુલ દર્દનાક નથી. ઘણી વાર દર્દીને પ્રારંભિક તબક્કામાં આના લક્ષણ પણ જોવા નથી મળતા. પરંતુ સામાન્ય રીતે કેન્સર જેમ જેમ સ્ટેજ પાર કરે છે તે દર્દનાક થઈ જાય છે. માટે કેન્સરની જાણ જેટલી જલ્દી થાય તેટલુ દર્દી માટે સારુ રહે છે. કેન્સરના ઈલાજમાં પીડા થવી ઈલાજની નિષ્ફળતા દર્શાવે છે. સામાન્ય રીતે કેન્સરના ઈલાજમાં પીડા ન થવી જોઈએ. પરંતુ એડવાન્સ કેન્સરમાં પીડા પણ થઈ શકે છે. ભારતમાં સામાન્ય રીતે મોઢાનુ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના કેસ જોવા મળે છે. મોઢાનુ કેન્સર જીભમાં પીડા રહિત અલ્સર સાથે હાજર હોય છે અથવા અડવાથી રક્તસ્ત્રાવ થાય છે. આ તમાકુ ખાનારા અને ધૂમ્રપાન કરનારામાં સામાન્ય છે. માટે કોઈ પણ સ્વરૂપે તમાકુનુ સેવન કરનારા અને મોઢામાં પીડારહિત અલ્સર થવા પર તરત જ ડૉક્ટરને બતાવવુ જોઈએ. બ્રેસ્ટ કેન્સરમાં જો કે પીડા થાય છે પરંતુ મહિલાને પણ ઘણી વાર આની ખબર પડતી નથી.
4. કેન્સરનો અર્થ મોત છે?
ફેક્ટ - જો કેન્સરની જાણ જલ્દી થઈ જાય અને યોગ્ય સમયે યોગ્ય ઈલાજ કરવામાં આવે તો તેને નિયંત્રિત કરી શકાય છે. ભારતમાં 40 ટકા કેન્સરનો ઈલાજ સંભવ છે. જો કેન્સરમાં મોત થઈ જાય તો તેનુ કારણ ઈલાજમાં વિલંબ કે યોગ્ય જગ્યાએ ઈલાજ ન કરાવવો પણ હોઈ શકે છે. ઘણા દેશોમાં કેન્સરનો ઈલાજ 70 ટકા સુધી સંભવ છે. માટે એમ કહેવુ યોગ્ય નથી કે કેન્સરનો અર્થ મોત છે.
5. કેન્સર તમને વધુ બિમાર બનાવી દે છે?
ફેક્ટ - ઘણા લોકોને લાગે છે કે કેન્સરના દર્દીને બીજી પણ ઘણા પ્રકારની બિમારીઓ થઈ શકે છે. જો કે ઘણી વાર ઈલાજ દરમિયાન એવુ સંભવ પણ છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ કેન્સર પર ઘણુ રિસર્ચ કર્યુ છે જેનાથી કેન્સરના ઈલાજથી થતી સાઈડ ઈફેક્ટને ઘટાડી શકાય છે.
6. જાણ થયા બાદ તરત જ ઈલાજ જરૂરી?
ફેક્ટ - ઘણા લોકોને લાગે છે કે કેન્સરની જાણ થયા બાદ તરત જ ઈલાજ કરાવવો જોઈએ. પરંતુ ડૉક્ટરોના જણાવ્યા મુજબ કેન્સરનો ઈલાજ કરાવવા માટે પ્રોપર પ્લાનિંગ અને તેના સ્ટેજ પર રિસર્ચ કરવાની જરૂર હોય છે. જો પ્લાનિંગ બરાબર નહિ હોય તો ઈલાજમાં ગરબડ થઈ શકે છે. પરંતુ તમારે કોઈ પણ લક્ષણ વિશે શંકા હોય તો તમારે ડૉક્ટર અને કેન્સર વિશેષજ્ઞ પાસે તરત જવુ જોઈએ. શરૂઆતથી જાણ થઈ જતા મુશ્કેલીઓ ઓછી થાય છે અને સારો ઈલાજ થાય છે. માટે કેન્સરના દર્દીએ ડૉક્ટર આપેલી દરેક સલાહ માનવી જોઈએ.
7. કેન્સરના દર્દી કામ નથી કરી શકતા?
ફેક્ટ - કેન્સર રોગી જો સ્વસ્થ હોય તો કામ કરી શકે છે. કામ કરવુ કેન્સરને વિકસિત કરવા કે તેજ કરવામાં અડચણ નથી.
8. બાયોપ્સીથી કેન્સર ફેલાય છે?
ફેક્ટ - ઘણા લોકોને આ વિશે મિથ છે કે બાયોપ્સીથી કેન્સર ફેલાય છે. સત્ય એ છે કે બાયોપ્સી વિના કેન્સરનો ઈલાજ કરવો મુશ્કેલ છે. બાયોપ્સી વિના એ જાણવુ મુશ્કેલ છે કે દર્દીને કયુ કેન્સર થયુ છે.
9. વૃદ્ધ વ્યક્તિ કેન્સરનો ઈલાજ સહન નથી કરી શકતા?
ફેક્ટ - વૃદ્ધ વ્યક્તિને કેન્સર થાય તો ઈલાજ કરતી વખતે ઉંમર અને સ્થિતિનુ ધ્યાન રાખવુ જરૂરી હોય છે. આ સાચુ છે કે એક સમય બાદ વૃદ્ધોનુ શરીર ખૂબ ઓછુ રિએક્ટ કરે છે. વૃદ્ધોની હાલત કેન્સરના ઈલાજમાં વધુ મહત્વ ધરાવે છે.
10. ઈલાજના અમુક વર્ષો બાદ કેન્સર ફરીથી થઈ જાય છે?
ફેક્ટ - તમને જણાવી દઈએ કે ઈલાજ બાદ કેન્સર ફરીથી થાય એવુ જરૂરી નથી. પરંતુ તેની સંભાવનાઓ રહે છે. એક્સપર્ટ જણાવે છે કે કોઈ દર્દીને ફરીવાર કેન્સર થાય તો તે તેના સફળ થવાના ચાંસ વધુ હોય છે.
સંજય દત્તની પત્ની માન્યતાએ પાછી આપી 100 કરોડની સંપત્તિ