નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે(Supreme Court) 26 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા અને તોડફોડ મામલે દખલ દેવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે 26 જાન્યુઆરીએ આઈટીઓ અને લાલ કિલ્લામાં થયેલ ઘટનાક્રમની ન્યાયિક તપાસ કરાવવાની માંગ કરતી અરજીને ફગાવીને કહ્યુ કે અરજીકર્તા આ વિશે સરકારનો જવાબ માંગી શકે છે. સુપ્રીમ કોર્ટે બુધવારે એ અરજીને ફગાવી દીધી છે જેમાં મીડિયાને એ આદેશ આપવાની માંગ કરવામાં આવી હતી કે કોઈ આધાર વિના ખેડૂતો માટે આતંકવાદી શબ્દોનો ઉપયોગ ન થાય.
સુપ્રીમ કોર્ટમાં 26 જાન્યુઆરીએ ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા પર સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ થઈ છે. આ અરજીઓમાં દિલ્લીમાં આયોજિત ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસાના મામલે તપાસ માટે સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ કરવામાં આવી છે.
ચીફ જસ્ટીસ એસએ બોબડે, જસ્ટીસ એસએ બોપન્ના અને વી રામાસુબ્રમણ્યનની બેંચમાં આ મામલે બુધવારે સુનાવણી કરીને આ અરજીઓને ફગાવી દેવામાં આવી. બેંચે કહ્યુ કે હાલમાં અદાલત આમાં કોઈ દખલ નહિ દે. અમને લાગે છે કે પોલિસ અને સરકારે તપાસ કરવા દેવા જોઈએ. સરકારના લોકો તરફથી જે નિવેદનો આવ્યા છે તેનાથી લાગે છે કે મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને કાયદો પોતાનુ કામ કરે. અદાલતે અરજીકર્તાને આ અંગે પોતાનુ જાણવાજોગ આપવા કહ્યુ છે.
એક અન્ય અરજીમાં સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલનની મીડિયામાં રિપોર્ટીંગ વિશે પણ અરજી દાખલ કરવામાં આવી હતી. આમાં કહેવામાં આવ્યુ કે મીડિયાનુ મોટુ જૂથ ખેડૂતોને ખોટી રીતે રજૂ કરી રહ્યુ છે અને તેમના માટે આતંકી જેવા શબ્દો પણ ઉપયોગમાં લઈ રહ્યા છે. અદાલતે અરજીને ફગાવીને મીડિયાને કોઈ દિશા નિર્દેશ આપવાનો ઈનકાર કરી દીધો.
રાજ્યસભામાં હોબાળો, સંજય સિંહ સહિત AAPના 3 સભ્યો સસ્પેન્ડ