ઉત્તર પ્રદેશમાં સ્વચ્છતાના નિયમોનો કડક અમલ કરવા માટે નવા નિયમો લાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં, ઉત્તર પ્રદેશ કેબિનેટે એક નિયમને મંજૂરી આપી છે, જેમાં વાહનથી રસ્તા પર થૂંકનારાઓને દંડ કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ નિયમ લાવવાનો મુખ્ય હેતુ રસ્તાઓ સાફ રાખવાનો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રસ્તા પર કાર ચાલકો બહાર થુંકતા હોવાથી રસ્તાઓની સુંદરતા બગડી રહી છે.
આવી સ્થિતિમાં રસ્તા સાફ કર્યા પછી પણ ડાઘ અને ધબ્બા જતા નથી. સરકાર એક નિયમનો અમલ કરી રહી છે, ત્યારબાદ કાર દ્વારા રસ્તા પર થૂંકનારાઓને 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. આ કાયદાની ઘોષણા કરતી વખતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્ય સરકાર રસ્તાઓની સુંદરતા જાળવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
એક નવા નિવેદનમાં સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણ માટે ઓટોમોબાઈલ કંપનીઓને આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે સરકાર જલદીથી રાજ્યનું પ્રદૂષણ મુક્ત બનાવવા માગે છે અને આ માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉત્તર પ્રદેશ સરકાર ટૂંક સમયમાં રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકાસ માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવા જઇ રહી છે જ્યાં વાહનો સંબંધિત સંશોધન અને પરીક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે. ઉલ્લેખનિય છેકે નવા બજેટમાં વાહન સ્ક્રેપિંગ નીતિ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નીતિ રસ્તાઓમાંથી પ્રદૂષિત વાહનોને દૂર કરશે.
સ્ક્રેપિંગ નીતિ હેઠળ, 20 વર્ષથી વધુ જૂનાં ખાનગી વાહનો અને 15 વર્ષથી વધુ વયના વ્યાપારી વાહનોની ઓળખ કરવામાં આવશે અને તેને સ્ક્રેપ કરવામાં આવશે. કેન્દ્રના જણાવ્યા મુજબ, દેશમાં આવા એક કરોડથી વધુ વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે.
ખેડૂત આંદોલન પર રીહાના અને ગ્રેચા થનબર્ગને જવાબ આપવા ઉતરી ભાજપ