Tractor rally Row: ગણતંત્ર દિવસ પર દિલ્લીમાં થયેલી હિંસા સામેની અરજીઓ પર આજે SC કરશે સુનાવણી

|

Supreme Court to hear Today pleas related to tractor rally violence on Republic Day: નવી દિલ્લીઃ કૃષિ કાયદા સામે ગણતંત્ર દિવસ પર હજારોની સંખ્યાામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી પરંતુ થોડી વારમાં દિલ્લીના રસ્તાઓ પર હિંસા ફેલાઈ ગઈ, આ હિંસામાં લિપ્ત લોકો સામે કાર્યવાહી માટે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેના પર આજે સર્વોચ્ચ અદાલત સુનાવણી કરશે. જસ્ટીસ એએસ બોપન્ના, વી સુબ્રમણ્યન અને ચીફ જસ્ટીસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠ આ અરજીઓ પર સુનાવણી આજે કરવાની છે.

સિંધુ બૉર્ડર પર દિલ્લી પોલિસના જવાન તૈનાત

તમને જણાવી દઈએ કે દાખલ અરજીઓમાંની એકમાં NIAને આ કેસની તપાસા નિર્દેશ આપવામાં માંગ કરવામાં આવી છે. તો એકમાં સુપ્રીમ કોર્ટને તિરંગાનુ અપમાન કરવા માટે જવાબદાર વ્યક્તિઓ કે સંગઠન સામે એફઆઈઆર નોંધવાના નિર્દેશ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે દિલ્લીની સીમાઓ પર છેલ્લા લગભગ 2 મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલ ખેડૂત આંદોલન સામે પહોંચી વળવા માટે દિલ્લી પોલિસે દિલ્લીની સીમાઓ પર લોખંડના ખીલા સાથે જ સિમેન્ટ નાખીને મજબૂત બેરીકેડિંગ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે સિંધુ બૉર્ડર પર દિલ્લી પોલિસના જવાન તૈનાત છે અને અહીં પ્રદર્શનકારીઓ પર નજર રાખી રહ્યા છે.

હિંસામાં અમુક પોલિસકર્મી અને લોકો ઘાયલ

તમને જણાવી દઈએ કે 26 જાન્યુઆરીએ જે રીતે દિલ્લીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા થઈ ત્યારબાદ પ્રશાસન પ્રદર્શનકારીઓને દિલ્લીમાં આવવાથી રોકવા માટે આ પગલા લીધા છે. હાલમાં જ ખેડૂતો અને સ્થાનિક લોકો વચ્ચે પણ સિંધુ બૉર્ડર પર હિંસા થઈ હતી જેમાં અમુક પોલિસકર્મી અને લોકો ઘાયલ થઈ ગયા હતા. પ્રદર્શન સ્થળ પર મોટી સંખ્યામાં આરએએફ, સીઆરપીએફના જવાન તૈનાત છે. જો કે આની સંખ્યા પહેલાની સરખામણીમાં ઓછી છે. હાઈવે ઉપરાંત પ્રદર્શન સ્થળને જોડતા બીજા રસ્તાને પણ સિમેન્ટના બેરીકેડથી બંને તરફ બંધ કરવામાં આવ્યા છે. વળી, પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનુ કહેવુ છે કે અમે આ બેરીકેડ. દીવાલોથી કોઈ ફરક નથી પડતો, આ અમારા ઈરાદાઓને નહિ તોડી શકે. ખેડૂતોનુ કહેવુ છે કે 26 જાન્યુઆરીની ઘટના એક ષડયંત્ર હતી જેથી અમારી છબીને ખરાબ કરી શકાય પરંતુ ત્યારબાદ અમારુ પ્રદર્શન વધુ મજબૂત થઈ ગયુ છે.

તિરંગાનું અપમાન જોઈ દેશ બહુ દુખી થયો, મન કી બાતમાં બોલ્યા PM મોદી

More SUPREME COURT News