Aligarh: સગીરા સાથે ગેંગરેપ, ખેતરમાં ખેંચીને લઈ ગયા હતા ત્રણ યુવક

|

Aligarh News, અલીગઢઃ સમાચાર ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) ના અલીગઢ જિલ્લા(Aligarh) થી છે, અહીં એક સગીરા સાથે ગેંગરેપ (Gangrape) નો કેસ સામે આવ્યો છે. આરોપ છે કે ગામના જ ત્રણ યુવકોએ તેને ખેતરમાં ખેંચીને ઘટનાને અંજામ આપ્યો. પીડિતાના પિતાની ફરિયાદ પર પોલિસે કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી ચે. હાલમાં ત્રણ આરોપી ઘટના બાદથી જ ફરાર છે. વળી, પીડિતાને મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે.

આ કેસ અલીગઢ જિલ્લાના ખેર પોલિસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. મળતી માહિતી મુજબ ગામની એક સગીરા સોમવાર(1 ફેબ્રુઆરી)ની સવારે 9 વાગે ગોબર નાખવા ગઈ હતી. ત્યારે ગામના ત્રણ યુવક તેને ખેતરમાં ખેંચીને લઈ ગયા અને તેની સાથે ગેંગરેપ કર્યો. બૂમાબૂમ સાંભળીને ગ્રામીણો ઘટના સ્થળે પહોંચી ગયા. જો કે ત્રણે આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયા. પીડિતાના પિતા ગ્રામીણો સાથે પોલિસ સ્ટેશન પહોંચ્યા અને પોલિસને ઘટનાની જાણ કરી.

ખેતરમાં છાણ નાખવા ગઈ હતી કિશોરી

પોલિસની ફરિયાદમાં પિતાએ જણાવ્યુ કે તેની દીકરી પોતાના ઘરેથી છાણ નાખવા માટે ગઈ હતી. જ્યારે ખેતરમાં છાણ નાખીને પાછી ઘરે આવી રહી હતી તે દરમિયાન ગામમાં રહેતા ત્રણ યુવક પહેલાથી રસ્તા પર ઘાત લગાવીને ઉભા હતા. જેવી કિશોરી આ યુવકો પાસે પહોંચી તો આરોપીએએ બળજબરીથી રસ્તા પરથી ઉઠાવીને પોતાની સાથે ખેતરમાં લઈ ગયા. ત્યારબાદ તેની સાથે ગેંગરેપ કર્યો. કિશોરીની બૂમો સાંભળીને પરિવારજનો સહિત સ્થાનિક ગ્રામીઓ ઘટના સ્થળે પહોંચ્યા. ત્યારબાદ આરોપીએ ઘટના સ્થળેથી ભાગી ગયા.

ગામના જ યુવકો પર આરોપ

પીડિતાના કાકાએ જણાવ્યુ કે 14 વર્ષીય કિશોરી જંગલમાંથી છાણ નાખીને પાછી આવી રહી હતી ત્યારે ગામનો જ રહેવાસી યુવક સૌરભ પોતાના અન્ય બે સાથીઓ સાથે કિશોરીને ખેતરમાં ખેંચીને લઈ ગયા. મહિલા પોલિસે કિશોરીની પૂછપરછથ બાદ ડૉક્ટરી પરીક્ષણ માટે અલીગઢ મોકલી દીધુ છે.

આરોપીઓની ધરપકડમાં લાગી પોલિસ

એસપી ગ્રામીણ શુભમ પટેલે માહિતી આપીને જણાવ્યુ કે ખૈર વિસ્તારમાં એક યુવતી સાથે ત્રણ યુવકો દ્વારા ગેંગરેપ કરવાની સૂચના મળી હતી. જેના પર પોલિસ દ્વારા ગામમાં પહોંચીને તપાસ કરવામાં આવી જેમાં જણાવવામાં આવ્યુ કે ગામના જ ત્રણ યુવકોએ તેની સાથે ખોટુ કામ કર્યુ છે. જેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધ કરવામાં આવી રહી છે.

ગુજરાત સરકારનુ બજેટ પણ કેન્દ્ર સરકારની જેમ પેપરલેસ હશે

More ALIGARH News