મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટ પર US રાષ્ટ્રપતિ જો બાઈડેને વ્યક્ત કરી ચિંતા, પ્રતિબંધ લગાવવાની આપી ચેતવણી

|

US President Joe Biden on Myanmar Coup: મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચિંતા વ્યક્ત કરી છે. જો બાઈડેને કહ્યુ કે મ્યાનમારમાં સેના દ્વારા કરવામાં આવેલ તખ્તાપલટ લોકતંત્ર પર સીધો-સીધો હુમલો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને મ્યાનમાર પર નવા પ્રતિબંધ લગાવવાની ચેતવણી આપી. મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટ અને નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાંગ સૂ કીની ધરપકડ(Aung San Suu Kyi Detained)કરાયા બાદ જો બાઈડેને કહ્યુ, જ્યાં પણ લોકતંત્ર પર હુમલો થશે, અમેરિકા તેના માટે ઉભુ રહેશે. વળી, અમેરિકી સેનાએ કથિત રીતે મ્યાનમારની સેનાને ચેતવણીઆપીને કહ્યુ કે જો તાત્કાલિક તેમણે પોતાના પગલા પાછા ન લીધા તો રાષ્ટ્રપતિ જો બાઈડેન પ્રશાસન આના પર કડક કાર્યવાહી કરશે.

જો બાઈડેને કહ્યુ કે મ્યાનમારની સેના દ્વાર તખ્તાપલટ અને આંગ સાન સૂ ચી તેમજ અન્ય લોકોની ધરપકડ કરવી તેમજ રાષ્ટ્રીય ઈમરજન્સીની ઘોષણા દેશમાં સત્તાના લોકતાંત્રિક હસ્તાંતરણ પર સીધો હુમલો છે. જો બાઈડેને કહ્યુ કે લોકતંત્રમાં સેનાએ જનતાની ઈચ્છાને નજરઅંદાજ ન કરવી જોઈએ. લગભગ એક દશકથી બર્મા(મ્યાનમાર)ના લોકો ચૂંટણી કરાવવા, લોકતાંત્રિક સરકાર સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છે. માટે આ કામનુ આપણે સમ્માન કરવુ જોઈએ. જો બાઈડેને દુનિયાભરના નેતાઓને એ વાતની અપીલ કરી છે કે તે એક સ્વરમાં મ્યાનમારની સેના પર દબાણ કરે.

વળી, અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસના પ્રવકતા જેન પાસ્કીએ કહ્યુ કે મ્યાનમારની સેનાએ દેશના લોકતાંત્રિક ફેરફારે ખોખલુ બનાવી દીધુ છે અને આંગ સાન સૂ કીને અરેસ્ટ કરી લીધા છે. તેમણે કહ્યુ, 'અમે મ્યાનમારની લોકતાંત્રિક સંસ્થાન અને સરકારને પોતાનુ સમર્થન અને સહયોગ આપી રહ્યા છે. અમેરિકાએ મ્યાનમારની સેનાને આગ્રહ કર્યો છે કે તે લોકતાંત્રિક પ્રક્રિયાનુ પાલન કરવા કાનૂન રાજ ચાલવા દે.' તમને જણાવી દઈએ કે સેનાએ મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટની ઘોષણા કરી દીધી છે. વળી, આંગ સાન સૂકીને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. વળી, અન્ય મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આંગ સાન અને તેમની પાર્ટીના અધ્યક્ષને સોમવારે સવારે ધરપકડ કરવામાં આવી છે. વળી, મ્યાનમારમાં સેનાની ટેલીવિઝન ચેનલે માહિતી આપી છે કે સેનાએ એક વર્ષ માટે દેશનુ નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધુ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે Digital Census 2021ની કરી ઘોષણા

More JOE BIDEN News