Coronavirus Update: દેશમાં કોરોના સંક્રમણનો દર સતત ઘટી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11427 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 11858 લોકો સંક્રમણથી રિકવર થઈને ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી દેશમાં 118 લોકોના જીવ ગયા છે. દેશમાં કોરોનાથી સંક્રમિત થનાર દર્દીઓની સંખ્યા હવે 10757610 સુધી પહોંચી ચૂકી છે. સારી વાત એ છે કે આમાંથી 10434983 લોકો કોરોાથી રિકવર થઈ ચૂક્યા છે. વળી, અત્યાર સુધી દેશમાં કોરોનાથી કુલ 154392 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે દેશમાં કોરોનાના વર્તમાન સમયમાં સક્રિય કેસ 168235 છે.
આઈસીએમઆરના આંકડા અનુસાર દેશમાં 31 જાન્યુઆરી સુધી 197092635 લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જ્યારે 504263 લોકોનો 31 જાન્યુઆરીએ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વાયરસની રસી મૂકવાના અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. આજથી ફ્રંટલાઈન વર્કર્સને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. દેશમાં કોરોનાનો રિકવરી દર 97 ટકા થઈ ગયો છે. વર્તમાન સમયમાં કોરોનાના સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના 2026399 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 51082 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 12217 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, કેરળમાં કોરોનાના 929178 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 3743 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. વળી, આંધ્ર પ્રદેશમાં કોરોનાના 887836 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 7153 લોકોના મોત થઈ ચૂક્યા છે.
UBudget 2021: ભારતના ઈતિહાસમાં પહેલી વાર પેપરલેસ હશે બજેટ