Budget 2021 PM Modi Reaction: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે(Nirmala Sitharaman) સોમવાર, 1ફેબ્રુઆરીએ દેશનુ પહેલુ પેપરલેસ બજેટ રજૂ કર્યુ. (Budget 2021) હેઠળ ઘણી ઘોષણાઓ કરી. કેન્દ્ર સરકારના આ બજેટ પર દેશભરમાંથી રિએક્શન સામે આવી રહ્ય છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પણ નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે અભૂતપૂર્વ પરિસ્થિતિઓ વચ્ચે કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરવામાં આવ્યુ છે. આનાથી ગામ અને ખેડૂતો, કૃષિ ક્ષેત્ર મજબૂત બનશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ 2021ની પ્રશંસા કરીને કહ્યુ કે આ બજેટ ભારતના આત્મવિશ્વાસને જગાડનારુ બજેટ છે. આનાથી વેલ્થ અને વેલનેસમાં વધારો થશે. બજેટમાં મહિલાઓ અને ખેડૂતો પર ફોકસ કરવામાં આવ્યુ છે. આ બજેટ જાન ભી અને જહાન ભીને જાળવી રાખનારુ બજેટ છે. તેમણે કહ્યુ કે આ બજેટમાં આત્મનિર્ભરતાનુ વિઝન છે. આ બજેટ વિકાસ અને વિશ્વાસનુ છે.
પીએમ મોદીએ આગળ કહ્યુ, 'વર્ષ 2021નુ બજેટ અસામાન્ય પરિસ્થિતિઓ વચ્ચે રજૂ કરવામાં આવ્યુ છે. આમાં યથાર્થનો અહેસાસ અને વિકાસનો વિશ્વાસ પણ છે. કોરોનાએ દુનિયામાં જે પ્રભાવ પેદ કર્યો તેણે આખી માનવ જાતિને હલાવી દીધી છે. વર્તમાનમાં આપણુ લક્ષ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે નવા ક્ષેત્ર વિકસિત કરવા, આધુનિકતા તરફ આગળ વધવુ, નવા સુધારા લાવવાનુ છે.' તેમણે કહ્યુ, 'આજના બજેટમાં આત્મનિર્ભરતાનુ વિઝન પણ છે અને દરેક વર્ગનો સમાવેશ પણ છે. આપણે આમાં જે સિદ્ધાંતો લઈને ચાલ્યા તે છે - ગ્રોથ માટે નવી સંભાવનાઓનો વિસ્તાર કરવો, યુવાનો માટે નવા અવસરોનુ નિર્માણ કરવુ, માનવ સંશાધનને એક નવો આયામ આપવો.'
Today's Budget shows India's confidence and will instil self-confidence in the world. The Budget has the vision of self-reliance and features every section of the society: PM Narendra Modi pic.twitter.com/ot1HDRC19B
— ANI (@ANI) February 1, 2021
અસમ-WBમાં ચાના બગીચાઓના શ્રમિકો માટે 1000 કરોડ ફાળવ્યા