Budget 2021: કોંગ્રેસે નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ થનાર બજેટ પહેલાં કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ "સોચ અને અમલના અવરોધ"થી બહાર નિકળી લોકોની ઉમ્મીદો પર ખરા ઉતરવા અને સાર્થક પરિણામ આપવાનો પડકાર છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે, શું "મહત્તમ નારા, ન્યૂનતમ કામ" કરતી સરકાર બજેટ 2021ને લઈ ભારતની ઉમ્મીદો પર ખરી ઉતરી શકશે? તેમમે કટાક્ષ કરતા કહ્યું કે, નાણામંત્રી માટે સોચ અને ક્રિયાન્વયનની ગતિહીનતાથી બહાર નિકળી લોકોને સાર્થક પરિણામ આપવાનો પડકાર છે.
ઉલ્લેખનીય છે કે નાણામંત્રી સોમવારે 11 વાગ્યે દેશનું બજેટ રજૂ કરશે. કોરોના મહામારી બાદ આ પહેલું બજેટ હશે. કોરોના મહામારીને કારણે અર્થવ્યવસ્થા હાલ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, એવામાં નાણામંત્રી સમક્ષ બજેટમાં આર્થિક સુધારાની પ્રક્રિયાને આગળ વધારી ઈકોનોમીને ગતિ અપવાનો પડકાર છે.
ઉમ્મીદ કરાઈ રહી છે કે નિર્મલા સીતારમણના આ વખતેના બજેટમાં રોજગાર સર્જન અને ગ્રામીણ વિકાસ પર ખર્ચને વધારવા, વિકાસ યોજનાઓ માટે ઉદાર વહેંચણી અને એવરેજ કરદાતાઓના હાથમાં અધિક પૈસા આપવા અને વિદેશી વેરાને આકર્ષિત કરવા માટે નિયમોને આસાન કરવાની ઉમ્મીદ કરાઈ રહી છે. એટલું જ નહિ મધ્યમ વર્ગ પણ ઉમ્મીદ લગાવીને બેઠો છે કે તેને ટેક્સના દરમાં કટૌતી મળશે.
Union Budget 2021: બજેટને દિવસે શેર માર્કેટ કેવું વલણ અપનાવે છે, જાણો 10 વર્ષના આંકડા