ડિજિટલી વસ્તી ગણતરી થશે
જણાવી દઈએ કે 23 સપ્ટેમ્બર 2020ના રોજ ગૃહમંત્રી અમિત શાહે એલાન કર્યું હતું કે ડિજિટલ ઈન્ડિયા મિશનને પ્રોત્સાહન આપવા માટે આ વખતેની વસ્તી ગણતરી પણ ડિજિટલી એટલે કે મોબાઈલ એપ દ્વારા કરવામાં આવશે જે તદ્દન પેપરલેસ હશે. આ વસ્તીગણતરી માર્ચ 2021માં થશે અને 16 ભાષામાં કરાશે. આ એપમાં લોકોના પાન નંબર, વોટર કાર્ડ નંબર અને આધાર નંબર્સ નાખવામાં આવશે. આ દરમ્યાન લોકોના NPRના આંકડા પણ લેવામાં આવશે. 9થી 28 ફેબ્રુઆરી 2021 સુધી વસ્તી ગણતરી થશે. જે બાદ 1 માર્ચથી 5 માર્ચ વચ્ચે જમા થયેલા ડેટાની પ્રોસેસિંગ થશે.
10 વર્ષે થાય છે વસ્તીગણતરી
નોંધનીય છે કે કોઈ દેશ અથવા કોઈપણ ક્ષેત્રમાં લોકો વિશે વિધિવત રૂપે સૂચના પ્રાપ્ત કરવી અને તેને રેકોર્ડ કરવી વસ્તી ગણતરી કહેવાય છે. આ હરેક 10 વર્ષે કરાય છે અને શાસકીય આદેશ સુધી કરાય છે. વસ્તી ગણતરીમાં માત્ર લોકોની ગણતરી નથી કરાતી બલકે આના દ્વારા લોકોના આર્થિક હાલાત, સ્વાસ્થ્યની સ્થિતિ, શિક્ષણની સ્થિતિ, ઘર, રોજગાર જેવી વાતોનું અધ્યયન કરાય છે. એટલું જ નહિ વસ્તી ગણતરી દ્વારા જન્મદર, મૃત્યુદર, ભાષા, ધર્મ, જાતિ, પલાયન જેવી વાતોની જાણકારી એકઠી કરવામાં આવે છે.
ડેટા પ્રોસેસિંગ સેંટર
વસ્તી ગણતરીના આધારે સરકાર દેશ માટે પ્લાન તૈયાર કરે છે કે ક્યાં અને કેવી ચીજોની ભરપાઈ કરવાની છે. હોમ મિનિસ્ટ્રી જ આ વસ્તી ગણતરીની પ્રક્રિયાને અંજામ આપે છે. આના માટે લોકોને કેટલાક સવાલ પૂછવામાં આવે છે, જેને કાગળ પર લખવામાં આવે છે, જેમાં નામ, લિંગ, ધર્મ, જાતિ, રોજગાર જેવા સવાલો હોય છે. આ આ ફોર્મને એક ટીમના સભ્યો ઘરે ઘરે લઈ જઈને લોકો પાસે ભરાવતા હોય છે જે બાદ બધા ડેટાને પ્રોસેસિંગ સેંટરે લઈ જઈ કોમ્પ્યૂટરાઈઝ્ડ ટેક્સ્ટમાં બદલવામાં આવે છે.
વસ્તી ગણતરી માટે એપનો ઉપયોગ
પરંતુ આ વખતે આ બધું નહિ થાય બલકે આ વખતે એક એપના માધ્યમથી વસ્તી ગણતરી કરવામાં આવશે, જેમાં એક સવાલ પૂછવામાં આવશે કે શું તમારી પાસે ઈન્ટરનેટનો એક્સેસ છે કે નહિ. આ એપમાં 34 સવાલ પૂછવામાં આવી શકે છે, આ સમગ્ર પ્રોસેસને 33 લાખ કર્મચારીઓ અંજામ આપશે. જેમાં લોકોના સામાજિક- આર્થિક ડેટા પણ સામેલ હશે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના હિમસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં 11 સપ્ટેમ્બર 2020થી જ પ્રોસેસ શરૂ થઈ ગઈ હતી કેમ કે અહીં હિમવર્ષાના કારણે બધાં કામ કરવામાં મુશ્કેલ થઈ જાય છે.
BUDGET 2021: ઇન્કમટેક્સ સ્લેબમાં ન કરાયો કોઇ બદલાવ, કરદાતાઓને કોઇ રાહત નહી