અમેરિકામાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા કરાઈ ક્ષતિગ્રસ્ત, ભારત સરકારે આપી હતી ભેટ

|

Mahatma Gandhi Statue Vandalised: વૉશિંગ્ટન ડીસીઃ આજે જ્યારે આખો દેશ ગાંધીજીને યાદ કરી રહ્યો છે ત્યારે અમેરિકાથી ગાંધીજી વિશે એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. કેલિફૉર્નિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરી દેવામાં આવી છે. આ પ્રતિમાને ભારત સરકારે 2016માં ભેટ આપી હતી. વિદેશ મંત્રાલયે શાંતિ અને ન્યાયના સાર્વભૌમિક સમ્માનિત પ્રતીક સામે દૂર્ભાવનાપૂર્ણ અને ઘૃણિત કાર્યની નિંદા કરી છે. ઘટના 28 જાન્યુઆરીની જણાવાઈ રહી છે.

વિદેશ મંત્રાલયે કહ્યુ, 'કેલિફૉર્નિયાના ડેવિસ શહેરમાં સેન્ટ્રલ પાર્કમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને અમુક અજાણ્યા લોકોએ ક્ષતિગ્રસ્ત કરી દીધી છે. આ પ્રતિમાને ભારત સરકારે 2016માં ભેટ કરી હતી. અમે શાંતિ અને ન્યાયના સાર્વભૌમિક સમ્માનિત પ્રતીક સામે દૂર્ભાવનાપૂર્ણ અને ઘૃણિત કાર્યની કઠોરતાથી નિંદા કરીએ છીએ.' વિદેશ મંત્રાલયે આગળ કહ્યુ કે વૉશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસે કેસની પૂરી તપાસ અને યોગ્ય કાર્યવાહી માટે અમેરિકી રાજ્ય મંત્રી સાથે કેસ ઉઠાવ્યો છે.

સાથે જ સેન ફ્રાન્સિસ્કોમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે અલગથી સિટી ઑફ ડેવિસ અને કાયદા અધિકારીઓ સાથે કેસ ઉઠાવ્યો છે. ભારત જ નહિ પરંતુ વિશ્વના મહાન નેતા મહાત્મા ગાંધીજીના અપમાનની આ ઘટના પર ડેવિસના મેયરે દુઃખ વ્યક્ત કર્યુ છે અને તપાસ શરૂ કરી દીધી છે. અમેરિકી વિદેશ વિભાગે આને બર્બરતાની કાર્યવાહી ગણાવીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આ અસ્વીકાર્ય છે અને કહ્યુ કે ગુનેગારોને જલ્દી સજા આપવામાં આવશે.

મહાત્મા ગાંધીની 73મી પુણ્યતિથિઃ પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

More MAHATMA GANDHI News