પેન્ટની ઝીપ ખોલવી અને સગીરાનો હાથ પકડવો પૉક્સો એક્ટ હેઠળ ગુનો નથીઃ બૉમ્બે હાઈકોર્ટ
નવી દિલ્લીઃ બ્રેસ્ટને ટચ કરવા સંબંધિત ચુકાદા પર વિવાદ હજુ શમ્યો નથી કે બૉમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે વધુ એક ચોંકાવનારો ચુકાદો સંભળાવ્યો છે. જે હેઠળ કોઈ સગીરાનો હાથ પકડવો અને પેન્ટની ઝીપ ખોલવી પૉક્સો હેઠળ યૌન હુમલો નથી પરંતુ તે આઈપીસીની કલમ 354 હેઠળ યૌન ઉત્પીડનનો કેસ છે. આના આધારે હાઈકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને પલટીને આરોપીની સજા ઘટાડી દીધી છે.
વાસ્તવમાં પાંચ વર્ષની એક બાળકી સાથે યૌન શોષણ થયુ હતુ. નીચલી અદાલતે આને પોક્સોની કલમ 10 હેઠળ યૌન હુમલો(સેક્સ્યુઅલ અસૉલ્ટ) માન્યો અને આરોપીને 5 વર્ષની જેલની સજા સંભળાવી. સાથે જ તેના પર 25 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો. ત્યારબાદ કેસ હાઈકોર્ટ પહોંચ્યો જ્યાં સગીર બાળકીની માએ જણાવ્યુ કે તેણે આરોપીની પેન્ટની ઝીપ ખુલ્લી જોઈ, સાથે જ તેણે બાળકીનો હાથ પકડી રાખ્યો હતો. આ ઉપરાંત તેણે જણાવ્યુ કે 50 વર્ષીય આરોપીઓને તેની દીકરીને બેડ પર આવવા માટે કહ્યુ હતુ.
જસ્ટીસ પુષ્પા ગનેડીવાલાની એકલ પીઠે આરોપી અને પીડિત પક્ષની દલીલને સાંભળી. ત્યારબાદ તેમણે કહ્યુ કે આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ છે નહિ કે સેક્સ્યુઅલ અસૉલ્ટ(યૌન હુમલા)નો. અદાલતે યૌન હુમલાની પરિભાષામાં 'શારીરિક સંપર્ક' શબ્દની વ્યાખ્યા કરીને કહ્યુ કે આનો અર્થ છે કે પ્રત્યક્ષ શારીરિક સંપર્ક - એટલે કે યૌન પ્રવેશ વિના સ્કીન-ટુ-સ્કીન કૉન્ટેક્ટ. આનાકારણે કોર્ટે તેને આઈપીસીની કલમ 354એ(1) (i) માન્યો અને પૉક્સો અધિનિયમની કલમ 8, 10 અને 12 હેઠળ આપવામાં આવેલી સજાને રદ કરી દીધી. 354એ(1)(i)હેઠળ મહત્તમ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. હાઈકોર્ટે પણ એ માન્યુ કે ગુનેગાર દ્વારા પહેલેથી 5 મહિનાની કેદની સજા ગુના માટે પૂરતી છે.
આ ચુકાદા પર પણ થયો હતો વિવાદ
જસ્ટીસ પુષ્પા ગનેડીવાલાએ થોડા દિવસ પહેલા એક ચુકાદો સંભળાવ્યો હતો જેના પર પણ જોરદાર વિવાદ થયો. આ દરમિયાન બૉમ્બે હાઈકોર્ટે એક 12 ર્ષીય સગીરાના યૌન ઉત્પીડનના કેસ પર સુનાવણી કરીને કહ્યુ કે સગીર બાળકીને નિર્વસ્ત્ર કર્યા વિના, તેના બ્રેસ્ટને સ્પર્શવાને યૌન હુમલો(sexual assault) ન કહી શકાય. કોર્ટે કહ્યુ કે પૉક્સો એક્ટ હેઠળ યૌન હુમલાને પરિભાષિત કરવા માટે સ્કીન-ટુ-સ્કીન કૉન્ટેક્ટ જરૂરી છે. જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદા પર સ્ટે લગાવી દીધો હતો.
20 ખેડૂત નેતાઓને પોલિસની નોટિસ, ઘાયલ જવાનોને મળશે ગૃહમંત્રી