દીપ સિદ્ધુએ કહ્યુ - મારી પાસે પહોંચતા પહેલા તૂટ્યો લાલ કિલ્લાનો ગેટ, ખેડૂતોની પોલ ખોલવાની આપી ધમકી
દિલ્લીમાં 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે ખેડૂત ટ્રેક્ટર રેલીમાં થયેલી હિસા બાદ પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ ઘણા ચર્ચામાં છે. દિલ્લી પોલિસે લાલ કિલ્લા પર થયેલી હિંસા માટે દીપ સિદ્ધુ અને ગેંગસ્ટરમાંથી સામાજિક કાર્યકર્તા બનેલા લક્ખા સિધાના સામે એફઆઈઆર નોંધાવી છે. દીપ સિદ્ધુ(Deep Sidhu)પર ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા અને લાલ કિલ્લા પર એક ધાર્મિક ધ્વજ લહેરાવવાનો આરોપ છે. ખેડૂત નેતાઓએ પણ હિંસા માટે અભિનેતાને જવાબદાર ગણાવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપી દીપ સિદ્ધુ હાલમાં ગાયબ છે. દિલ્લી પોલિસ તેમને શોધી રહી છે. પોતાના ઉપર લાગેલા બધા આરોપો પર હવે દીપ સિદ્ધુએ ફેસબુક પર એક વીડિયો જાહેર કરીને સફાઈ આપી છે. બુધવારે(27 જાન્યુઆરી) મોડી રાતે દીપ સિદ્ધુએ પોતાના ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં દીપ સિદ્ધુએ ખુદને નિર્દોષ ગણાવ્યા છે.
ફેસબુક લાઈવમાં દીપ સિદ્ધુએ દાવો કર્યો છે કે લાલ કિલ્લા પર તેમના પહોંચતા પહેલા જ લાલ કિલ્લાનો ગેટ તૂટી ગયો હતો. તેમણે વીડિયોમાં ખેડૂતોને કથિત રીતે ધમકી આપીને કહ્યુ, 'તમે (ખેડૂત નેતાઓએ) મને ગદ્દારનુ સર્ટિફિકેટ આપ્યુ છે, જો મે તમારી પરતો ખોલવાની શરૂ કરી દીધી તો તમને દિલ્લીમાંથી ભાગવાનો રસ્તો નહિ મળે.' દીપ સિદ્ધુ આ વીડિયોમાં પંજાબીમાં બોલી રહ્યા છે.
ફેસબુક લાઈવ વીડિયોમાં દીપ સિદ્ધુએ સફાઈમાં શું-શું કહ્યુ?
- વીડિયોની શરૂઆતમાં દીપ સિદ્ધુ કહે છે - ઘણા દિવસોથી હું ઘણુ બધુ સાંભળી રહ્યો છુ, જોઈ રહ્યો છુ, બહુ નફરત ફેલાવવામાં આવી રહી છે મારા વિરુદ્ધ. પરંતુ હું આ બધુ સહન કરી રહ્યો છે કારણકે ખેડૂતોની આ લડાઈને કોઈ નુકશાન ન થાય. પરંતુ હવે જે પડાવ પર આપણે આવી ગયા છે, આપણે અમુક વાતો કરવી જરૂરી છે.
- દીપ સિદ્ધુએ કહ્યુ, '25 તારીખની રાતે પંજાબથી આવેલા નવયુવાનોએ મંચ પર ગુસ્સો બતાવ્યો હતો, તેમણે કહ્યુ હતુ કે જ્યારે અમે દિલ્લી આવી ગયા તો તમે(ખેડૂત નેતાઓ) અમને સરકાર તરફથી નક્કી કરેલા રૂટ પર જવા માટે કેમ કહી રહ્યા છો, અમને આ મંજૂર નથી.'
- દીપ સિદ્ધુએ કહ્યુ, 'આ દરમિયાન મંચ પર સ્થિતિ એવી બની ગઈ હતી કે આગેવાની કરી રહેલા ખેડૂતોએ ત્યાંથી અંતર કરી લીધુ. ત્યારબાદ મંચ પર મને બોલાવવામાં આવ્યો, મે તો ત્યાં જઈને ખેડૂત નેતાઓ દ્વારા કહેવામાં આવેલી વાતનો યોગ્ય ગણાવી અને કહ્યુ કે ખેડૂત નેતા વડીલ છે. તે બહુ પરેશાન છે, માટે આપણે સમજવુ પડશે. માટે હું કહી રહ્યો છુ કે એ રાતનુ મારુ ભાષણ ન જોવુ જોઈએ.'
- દીપ સિદ્ધુએ દાવો કર્યો છે, મે પંજાબથી પરેડ માટે નવયુવાનોના ગુસ્સા માટે ખેડૂત નેતાઓને સમજાવવાની પણ કોશિશ કરી હતી કે આપણે તેમની વાત સાંભળવી જોઈએ.. કારણકે તેમના સમર્થનથી જ આપણુ ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે પરંતુ મારી વાતનો અનદેખી કરી દેવામાં આવી.
- વીડિયોમાં દીપ સિદ્ધુએ દાવો કર્યો છે, 26 જાન્યુઆરીના આગલા દિવસે જ્યારે ખેડૂત નેતાઓએ પોલિસ દ્વારા નક્કી કરેલી રૂટ પર માર્ચ કાઢી તો ત્યાં 3000 લોકો પણ નહોતા. સિંધુ-ટીકરી અને ગાજીપુર બૉર્ડરથી લોકો ખુદ જ ખોટા રૂટ પર નીકળી ગયા અને લાલ કિલ્લા તરફ ચાલી નીકળ્યા. જ્યાં તેમની આગેવાની કરનાર કોઈ નહોતુ.
- દીપ સિદ્ધુએ કહ્યુ, જ્યારે હું લાલ કિલ્લા પહોંચ્યો ત્યારે તેનો ગેટ તૂટી ચૂક્યો હતો. હજારોની ભીડ ઉભી હતી, સેંકડો ટ્રેક્ટર પહેલેથી ઉભા હતા. હું પગપળા જ કિલ્લાની અંદર પહોંચ્યો હતો, ત્યાં કોઈ પણ ખેડૂત નેતા નહોતા. સોશિયલ મીડિયા પર મોટી-મોટી વાત કરનાર બધા નેતા ત્યાંથી ગાયબ હતા.
- ઝંડા વિશે દીપ સિદ્ધુએ કહ્યુ, મારા લાલ કિલ્લા પહોંચવા પર અમુક નવયુવાનો મને પકડીને લઈ ગયા. ત્યાં બે ઝંડા પડ્યા હતા એક ખેડૂતોનો ઝંડો અને બીજો નિશાન સાહિબ. અમે સરકારને પોતાનો ગુસ્સો બતાવવા માટે બંને ઝંડા ત્યાં લગાવી દીધા. અમે તિરંગો હટાવ્યો નહોતો. મે કંઈ પણ ખોટુ કર્યુ નથી. અમે કોઈ સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડ્યુ નથી. કોઈ હિંસા કરી નથી. અમારા લોકો પર કોઈએ લાઠીચાર્જ કર્યો નથી. અમે સરકારથી ગુસ્સે છે કારણકે છેલ્લા 6 મહિનાથી સરકારનો અમારા પ્રત્યે જે વ્યવહાર હતો તે બરાબર નહોતો, તેમણે વારંવાર અમારુ અપમાન કર્યુ.
કૉલ ગર્લ સાથે યૌન સંબંધના ચરમ પર પહોંચતા જ થયુ વ્યક્તિનુ મોત