Farmers Protest: દિલ્લી પોલિસે રાકેશ ટિકેતને જારી કરી નોટિસ, પૂછ્યુ - કેમ ન કરીએ કાર્યવાહી
Farmers Protest: ગણતંત્ર દિવસે દેશની રાજધાની દિલ્લીમાં ખેડૂતો દ્વારા કરાયેલ હિંસક આંદોલન માટે હવે દિલ્લી પોલિસ એક્શનના મૂડમાં છે. અત્યાર સુધી 26 જાન્યુઆરીએ થયેલી હિંસામાં પોલિસે 35 ખેડૂત નેતાઓ સામે એફઆઈઆર નોંધાવી છે. વળી, ઘણા આરોપીઓને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. આ કડીમાં ગુરુવારે દિલ્લી પોલિસે ભારતીય કિસાન યુનિયન(BKU)ના પ્રવકતા રાકેશ ટિકેતને નોટિસ જારી કરીને પૂછ્યુ કે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી માટે પોલિસ સાથે સમજૂતીને તોડવા માટે તેમની સામે કાનૂની કાર્યવાહી કેમ ન કરવામાં આવે?
તમને જણાવી દઈએ કે 26 જાન્યુઆરી, ગણતંત્ર દિવસે દિલ્લીના આઈટીઓ અને લાલ કિલ્લા પર સેંકડોની સંખ્યામાં ખેડૂતોએ ઉત્પાત મચાવી દીધો હતો. આ દરમિયાન બંને પક્ષો તરફથી ઘણા લોકો ઘાયલ થયા. ખેડૂત આંદોલનમાં હિંસા બાદથી ઘણા ખેડૂત સંગઠનોએ પોતાનો વિરોધ ખતમ કરી દીધો છે. આ દરમિયાન દિલ્લી પોલિસે ખેડૂત નેતાઓ સામે કાર્યવાહી પણ ઝડપી કરી દીધી છે જેના કારણે આજે BKU પ્રવકતા રાકેશ ટિકેતને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દિલ્લી પોલિસે મંગળવારના દિવસે ગણતંત્ર દિવસે લાલ કિલ્લા સહિત દિલ્લીના અન્ય વિસ્તારોમાં થયેલી હિંસા મામલે 25થી વધુ કેસ નોંધ્યા છે. 19 લોકોની ધરપકડ અને 50થી વધુ લોકોને કસ્ટડીમાં લીધા છે. દિલ્લી પોલિસનો આરોપ છે કે ખેડૂત નેતાઓએ ટ્રેક્ટર રેલી દરમિયાન એ વચનોને પૂરા ન કર્યા જે તેમણે દિલ્લી પોલિસને આપ્યા હતા. આના જવાબમાં ખેડૂત નેતાઓએ કહ્યુ છે કે આ જે કંઈ પણ થયુ છે તે બધુ સમજી-વિચારેલી રણનીતિ હેઠળ થયુ છે અને આના માટે સરકાર જવાબદાર છે.
Delhi Police issues notice to Bharatiya Kisan Union spokesperson Rakesh Tikait asking to explain as to why legal action should not be taken against him for breaching the agreement with police regarding the tractor rally on January 26. (File photo) pic.twitter.com/KKZqx2Igt5
— ANI (@ANI) January 28, 2021
આ 6 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી