26મી જાન્યુઆરી અને ગણતંત્ર દિવસનો ઈતિહાસ, જાણો અગાઉ કયા રૂપમાં મનાવાતો
આજે 26મી જાન્યુઆરીએ દેશભરમાં 72મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે વર્ષ 1950ના રોજ ભારત સરકાર અધિનિયમ (એક્ટ) (1935) હટાવી ભારતનું સંવિધાન લાગૂ કરવામાં આવ્યું હતું. જાણીને તમે ચકિત થશો કે 26 જાન્યુઆરીએ મનાવાતાો ગણતંત્ર દિવસ 'સ્વતંત્રતા દિવસ'ના રૂપમાં ઉજવવામાં આવતો હતો. આવો જાણીએ આખી કહાની...

ગણતંત્ર દિવસનો ઈતિહાસ
ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ ભલે આઝાદી મળી હોય પરંતુ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત પૂર્ણ ગણરાજ્ય બન્યું. આ દિવસને આખું ભારત ગણતંત્ર દિવસના રૂપમાં મનાવે છે. સંવિધાન 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થઈ ગયું હતું પરંતુ બે મહિના ઈંતેજાર કર્યા બાદ 26 જાન્યુઆરી 1950ના રોજ તેને લાગૂ કરવમાં આવ્યું.

પૂર્ણ સ્વરાજનું એલાન
સંવિધાન લાગૂ કરવા માટે 26 જાન્યુઆરીની તારીખ એટલા માટે પસંદ કરવામાં આવી કેમ કે 1930માં 26 જાન્યુઆરીએ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના નેતૃત્વમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે અંગ્રેજી હકુમત વિરુદ્ધ પૂર્ણ સ્વરાજનું એલાન કર્યું હતું. ભારતના ગણતંત્રની યાત્રા કેટલાય વર્ષ જૂની છે, જે 1930માં શરૂ થઈ હતી. જે બાદ વર્ષ 1930થી 15 ઓગસ્ટ 1947 સુધી પૂર્ણ સ્વરાજ દિવસ એટલે કે 26 જાન્યુઆરીએ જ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવતો હતો.

જ્યારે ગણતાંત્રિક દિવસનું એલાન થયું
ગણતંત્ર રાષ્ટ્ર વિશે 31 ડિસેમ્બર 1929ની રાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લાહોર સત્રમાં વિચાર કરવામાં આવ્યો હતો. જેના માટે એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક પંડિત જવાહરલાલ નેહરૂની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી હતી.
આ બેઠકમાં ભાલ લેનાર લોકોએ પહેલાં 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસના રૂપમાં ઉજવવાની શપથ લીધી હતી, જેનાથી બ્રિટિશ રાજથી પૂર્ણ સ્વતંત્રતાના સપનાને સાકાર કરી શકાય.
જે બાદ લાહોર સત્રમાં નાગરિક અસહકાર ચળવળના આંદોલનની રૂપરેખા તૈયાર થઈ અને આ ફેસલો 26 જાન્યુઆરી 1930ના રોજ પૂર્ણ સ્વરાજ દિવસના રૂપમાં ઉજવાશે. જ્યારે આ દિવસે ધ્વજ ફરકાવવામાં આવ્યો અને 26જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસના રૂપમાં મનાવવાની શપથ લેવામાં આવી હતી. આના માટે તમામ ક્રાંતિકારીઓ અને પાર્ટીઓએ એકજુટતા દેખાડી હતી.

ડૉ રાજેન્દ્ર પ્રસાદે ઘોષણા કરી
જ્યાં ભારત દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થઈ ગયો હતો. રપંતુ જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય સંવિધાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે ભારતને પોતાની તાકાતનો અહેસાસ થયો. દેશનું સંવિધાન 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસમાં તૈયાર કરાયું હતું. જે બાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરીને દેશભરમાં ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવવાની ઘોષણા કરી.
Republic Day: ગણતંત્ર દિવસ સાથે ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ આજે, દિલ્લીમાં કડક સુરક્ષા વ્યવસ્થા