Republic Day 2021: PM મોદીએ દેશવાસીઓને આપી ગણતંત્ર દિવસની શુભકામનાઓ, જાણો કોણે શું કહ્યુ
Republic Day 2021: દેશભરમાં આજે 72મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi)એ પણ ટ્વિટ કરીને બધા દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી છે. પીએમ મોદીએ 72માં ગણતંત્ર દિવસના શુભ અવસર પર ટ્વિટ કર્યુ, 'દેશવાસીઓને ગણતંત્ર દિવસની અઢળક શુભકામનાઓ. જય હિંદ.' આ પહેલા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને સંબોધિત કરીને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સવારે (26 જાન્યુઆરી) રાજપથ પર રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવશે. કોરોના મહામારીના કારણે આ વખતે ગણતંત્ર દિવસ પર ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ગણતંત્ર દિવસ અને ખેડૂત ટ્રેક્ટર માર્ચને કારણે દિલ્લીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
અમિત શાહે કહ્યુ - હું એ સૌ મહાન વિભૂતિઓનુ સ્મરણ કરુ છુ, જેમના સંઘર્ષથી 1950માં આજના દિવસે આપણુ બંધારણ લાગુ થયુ અને સાથે જ એ બધા વીરોને નમન કરુ છે જેમણે પોતાના શૌર્યથી ભારતીય ગણતંત્રની રક્ષા કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યુ કે, 'સૌ દેશવાસીઓને 72માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ.'
ભારતમાં બંધારણની સ્થાપના દિવસ તરીકે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે. ભારતમાં 26 જાન્યુઆરી 1950ના રોજ દેશનુ બંધારણ લાગુ થયુ હતુ. આ દિવસે ભારતમાં સરકાર અધિનિયમ(1935)ને રદ કરીને નવુ બંધારણ લાગુ કરીને નવા બંધારણને પાસ કરી દેવામાં આવ્યુ હતુ. ત્યારબાદથી દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે.
Google એ 72માં ગણતંત્ર દિવસ પર ખાસ અંદાજમાં બનાવ્યુ Doodle